બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / PM મોદીના નેતૃત્વમાં લાલ કિલ્લા પરથી 79મા સ્વતંત્રતા દિવસની થશે ઉજવણી, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

દિલ્હી / PM મોદીના નેતૃત્વમાં લાલ કિલ્લા પરથી 79મા સ્વતંત્રતા દિવસની થશે ઉજવણી, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Ajit Jadeja

Last Updated: 11:51 PM, 13 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Independence Day: ભારત 15 ઓગસ્ટે 79મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સ્વતંત્રતા દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે.

Independence Day: ભારત 15 ઓગસ્ટે 79મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સ્વતંત્રતા દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે. તેઓ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે. અને સમગ્ર રાષ્ટ્રને સંબોધિત કરશે. આ વર્ષના સ્વતંત્રતા દિવસની ઉજવણીની થીમ "નવું ભારત" રાખવામાં આવી છે. લાલ કિલ્લા પર પીએમ મોદીના આગમન સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠ અને રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહ પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે. દિલ્હી ક્ષેત્રના જીસીઓ નરેન્દ્ર મોદીને સલામી મંચ સુધી લઇ જશે.

narendra-modi1

પ્રધાનમંત્રીના ગાર્ડ ઓફ ઓનર ટુકડીમાં 96 જવાનો

વડાપ્રધાનના ગાર્ડ ઓફ ઓનર ટુકડીમાં 96 જવાનો હશે. ભારતીય વાયુસેના આ વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણીનું સંકલન કરી રહી છે. ગાર્ડ ઓફ ઓનરનું નેતૃત્વ વિંગ કમાન્ડર એ.એસ. સેખોન કરશે. પ્રધાનમંત્રીના ગાર્ડમાં સેનાની ટુકડીનું નેતૃત્વ મેજર અર્જુન સિંહ કરશે, નૌકાદળની ટુકડીનું નેતૃત્વ લેફ્ટનન્ટ કમાન્ડર કોમલદીપ સિંહ કરશે. ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યા પછી પ્રધાનમંત્રી લાલ કિલ્લાના પ્રાંગણ તરફ આગળ વધશે.

દિલ્હી વિસ્તારના જનરલ ઓફિસર કમાન્ડિંગ (જીઓસી) પ્રધાનમંત્રીને રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે સહાયતા કરશે. આ સલામીનું આયોજન 1721 ફિલ્ડ બેટરી (સેરેમોનિયલ) ના બહાદુર તોપચીઓ દ્વારા 21 તોપોની સલામી સાથે કરાશે.

narendra-modi2

રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા પછી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય સલામી આપશે

રાષ્ટ્રીય ધ્વજ રક્ષક દળ, જેમાં થલસેના, નૌકાદળ, વાયુસેના અને દિલ્હી પોલીસના એક એક અધિકારી અને 32 અન્ય રેન્કના કર્મી સામેલ થશે. કુલ 128 કર્મી પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવાશે ત્યારે રાષ્ટ્રીય સલામી આપશે.

બેન્ડનું સંચાલન

ધ્વજવંદન પછી ત્રિરંગાને 'રાષ્ટ્રીય સલામી' આપવામાં આવશે. એક જેસીઓ અને 25 અન્ય રેન્કનો સમાવેશ થતો વાયુસેનાનો બેન્ડ રાષ્ટ્રધ્વજ ફરકાવતા અને 'રાષ્ટ્રીય સલામી' આપતી વખતે રાષ્ટ્રગીત વગાડશે. બેન્ડનું સંચાલન જુનિયર વોરંટ ઓફિસર એમ ડેકા કરશે.

OPERATION SINDOOR

ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી

આ વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન ઓપરેશન સિંદૂરની સફળતાની પણ ઉજવણી કરવામાં આવશે. જ્ઞાનપથ પર વ્યૂ કટર પર ઓપરેશન સિંદૂરનો લોગો મોજુદ હશે. ફૂલોની સજાવટ પણ આ ઓપરેશન પર આધારિત હશે.

નવા ભારતનું નિર્માણ

પુષ્પવર્ષા પછી પ્રધાનમંત્રી રાષ્ટ્રને સંબોધિત કરશે. તેમના ભાષણના સમાપન પછી એનસીસી કેટર અને માઇ ભારત સ્વયંસેવક રાષ્ટ્રગાન ગાશે.

ખાસ મહેમાનો

આ વર્ષે લાલ કિલ્લા ખાતે યોજાનારી ઉજવણીમાં હાજરી આપવા માટે વિવિધ ક્ષેત્રોના લગભગ 5,000 ખાસ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આમાં શામેલ છે.

સ્પેશિયલ ઓલિમ્પિક્સ 2025 ની ભારતીય ટુકડી

આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમોના વિજેતાઓ

ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા

રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને મધ મિશન હેઠળ તાલીમ પામેલા અને નાણાકીય રીતે સહાયિત, શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેડૂતો

ખુલ્લામાં શૌચ મુક્ત પ્લસ ગામોના શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સરપંચો

કેચ ધ રેન અભિયાનના શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સરપંચો

પીએમ યુવા હેઠળ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા યુવા લેખકો

રાષ્ટ્રીય SC/ST હબ યોજના હેઠળ SC/ST સમુદાયના શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ઉદ્યોગસાહસિકો

પીએમ-દક્ષ, શ્રેયસ અને શ્રેષ્ઠ યોજના હેઠળ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓ

લખપતિ દીદી લાભાર્થીઓ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સાથે સંકળાયેલા સ્વયંસેવકો/પ્રશિક્ષકો

સરપંચ/ગ્રામ પ્રધાન જેમણે કેન્દ્ર/રાજ્ય ક્ષેત્રની કોઈપણ સામાજિક કલ્યાણ યોજનાને સર્વશ્રેષ્ઠ સ્તર પર લઈ ગયા છે.

vtv app add

સૈન્ય બેન્ડ પ્રદર્શન

દેશના નાગરિકોમાં દેશભક્તિની ભાવના વધારવા અને ઓપરેશન સિંદૂરની જીતની ઉજવણી કરવા માટે પ્રથમ વખત સ્વતંત્રતા દિવસની ઉજવણીની સાંજે ભારતભરમાં ઘણી જગ્યાએ બેન્ડ પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચોઃ રાજકારણ / 'મારા જીવને જોખમ..', વોટ ચોરીના મુદ્દા વચ્ચે રાહુલ ગાંધીનો મોટો દાવો

સ્પર્ધાઓ યોજાશે

સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે સંરક્ષણ મંત્રાલયે માય ગોવ સાથે મળીને ક્વિઝ અને સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું. સ્પર્ધાઓની વિગતો નીચે મુજબ છે:

જ્ઞાનપથ ખાતે સ્ટ્રક્ચર ડિઝાઇન સ્પર્ધા

'ઓપરેશન સિંદૂર - આતંકવાદ સામે ભારતની નીતિને ફરીથી વ્યાખ્યાયિત કરવી' થીમ પર નિબંધ સ્પર્ધા

રીલ સ્પર્ધા: ભારતની સ્વતંત્રતા સાથે સંકળાયેલા સ્મારકો/સ્થાનોનો પ્રવાસ

'નવું ભારત સશક્ત ભારત' થીમ પર ચિત્ર સ્પર્ધા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Red Fort independence day narendra modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ