બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મુંબઈમાં યુવકે રિક્ષામાં 12 કિમીની મુસાફરી કરી, ભાડું ચુકવ્યું 90518 રૂપિયા, મામલો ચોંકાવનારો
Last Updated: 09:53 PM, 25 May 2025
મુંબઈના બાંદ્રામાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં એક મુસાફરને માત્ર 12 કિલોમીટરના અંતરના અંધેરીથી બાંદ્રા સુધીના ઓટો રીક્ષા ભાડા માટે 90 હજારથી વધુ રૂપિયા ચૂકવવા પડ્યા.
ADVERTISEMENT
આ મામલે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ છે. FIR મુજબ, 30 વર્ષીય યુવાને ઓટો રીક્ષા ચાલક પર ભાડાની આડમાં 90,518 રૂપિયા ઠગ્યાનો આરોપ લગાવ્યો છે.
શું હતી ઘટના?
ADVERTISEMENT
આ બનાવ 10 એપ્રિલના રોજ બન્યો હતો, જ્યારે આરોપી રીક્ષા ચાલકએ પીડિતને અંધેરીથી બાંદ્રા સુધી પહોંચાડ્યા બાદ મીટર ચાલુ કરવા ઈનકાર કરી દીધો હતો અને સીધા 1500 રૂપિયા ભાડાના માગ્યા હતા. પીડિત અમૂલ્ય શર્માએ શરૂઆતમાં બોલાચાલી તો કરી પણ પછી રૂપિયા આપવા માની ગયા. ખરેખર તો અમૂલ્ય શર્મા હરિયાણાના રહેવાસી છે અને મુંબઈના બાંદ્રા પશ્ચિમમાં રહે છે. તેઓ એક લૉ ફર્મમાં નોકરી કરે છે.
સંજોગવશાત અમૂલ્ય પોતાના ચશ્મા રેસ્ટોરન્ટમાં ભૂલી ગયા હતાં , જેના કારણે તેમને મોબાઈલમાં વાંચવામાં તકલીફ પડી રહી હતી. તેથી તેમણે પૈસા આપવા માટે પોતાનો ફોન રીક્ષા ડ્રાઈવરને આપ્યો અને Google Payમાં નંબર લખીને પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું. સાથે જ પોતાનો પાસવર્ડ પણ આપી દીધો. ડ્રાઈવરે આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને સીધા 90,518 રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા.
ADVERTISEMENT
કોણ છે આરોપી?
માહિતી અનુસાર, આરોપી રીક્ષા ચાલક મોહમ્મદ ફુરકાન શેખે પૈસા ત્રણથી ચાર અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા અને તરતજ કાઢી પણ લીધા. હાલ પોલીસે મોહમ્મદ ફુરકાન શેખ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને તેને પકડવા માટે CCTV ફૂટેજ ચકાસી રહી છે.
ADVERTISEMENT
ઘટના ક્યારે બની?
આ ઘટના એ સમયે બની જ્યારે અમૂલ્ય શર્મા રાત્રે 12:30 વાગ્યે તેમના મિત્રો સાથે અંધેરીના એક રેસ્ટોરન્ટમાં ગયા હતા. સવારે લગભગ 5:45 વાગ્યે તેઓ ઘરે પરત ફરવા માટે રેસ્ટોરન્ટની બહારથી રીક્ષા લીધી .ત્યારબાદ ઘરે જઈને સૂઈ ગયા.
ADVERTISEMENT
સવારે લગભગ 11 વાગ્યે જાગ્યા પછી જ્યારે ફોન ચકાસ્યો તો ખબર પડી કે ડ્રાઈવરે તેમના એકાઉન્ટમાંથી 90,518 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા છે.
પીડિતે તરત જ પોતાની બેંકમાં જાણ કરી અને ફરિયાદ નોંધાવી. બેંકે કહ્યું કે રૂપિયા અનેક ખાતાઓમાં ટ્રાન્સફર થઈ ચૂક્યા છે અને ઉપાડી પણ લેવાયા છે.
ADVERTISEMENT
વધુ વાંચો: મહારાષ્ટ્રમાં સમય પહેલા ચોમાસાનું આગમન, મુંબઈ સહિતના શહેરોમાં ભારે વરસાદની ચેતવણી
આ ઘટનાને કારણે અમૂલ્ય કામ માટે ચંડીગઢ ચાલ્યા ગયા હતા. 22મે એ મુંબઈ પાછા ફર્યા પછી તેમણે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી. હાલમાં પોલીસે આરોપીને શોધવા માટે પ્રયાસો તેજ કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.