ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:51 PM, 25 February 2026
ADVERTISEMENT
Bhopal Crime News : મધ્યપ્રદેશથી એક ચોંકાવાનારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં મધ્ય પ્રદેશની રાજધાનીભોપાલના બાગસેવાનિયા વિસ્તારમાંથી એક ગંભીર ગુનાખોરીનો કેસ સામે આવ્યો છે. સાગર રોયલ વિલા નામની બિલ્ડિંગના એક ફ્લેટમાં કથિત રીતે યુવતીઓને ફસાવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હોવાનો આરોપ છે. પોલીસે આ મામલે બે બહેનો અમરીન (ઉર્ફે મહિરા) અને આફરીન સાથે ચંદન યાદવ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ સામે માનવ તસ્કરી, દબાણપૂર્વક શોષણ અને અન્ય ગંભીર ગુનાઓ હેઠળ કેસ નોંધાયો છે. તપાસ હજી પ્રાથમિક તબક્કામાં છે અને અધિકારીઓ વધુ પુરાવા એકત્ર કરી રહ્યા છે.
ADVERTISEMENT
નોકરી અને મિત્રતાના બહાને યુવતીઓનો સંપર્ક કરી અને પછી...
અત્યાર સુધી મળતી માહિતી પ્રમાણે આરોપી બહેનો પોતાને બ્યુટિશિયન તરીકે ઓળખાવી યુવતીઓ સાથે ઓળખાણ વધારતી હતી. પછી તેમને નોકરી અથવા ઇવેન્ટમાં કામ અપાવવાના બહાને ફ્લેટમાં બોલાવવામાં આવતી. પોલીસની શંકા છે કે, કેટલીક યુવતીઓને નશીલા પદાર્થો આપીને બ્લેકમેઇલ કરવામાં આવતી અને પછી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ધકેલવામાં આવતી. જોકે, આ તમામ આરોપોની પુષ્ટિ માટે ફોરેન્સિક અને ટેકનિકલ તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT

અમદાવાદથી લઈ મુંબઈ સુધી...
ADVERTISEMENT
અધિકારીઓએ જણાવ્યું છે કે, પ્રાથમિક તપાસમાં અમદાવાદ, મુંબઈ અને બેંગલુરુ જેવા શહેરો સાથે સંપર્ક હોવાની સંભાવના સામે આવી છે. જો જરૂરી બનશે તો અન્ય રાજ્યોની પોલીસ સાથે પણ સંકલન કરવામાં આવશે. પોલીસે આરોપીઓના મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. તેમાં કેટલીક શંકાસ્પદ ચેટ, ગ્રુપ અને યુવતીઓના ફોટોગ્રાફ મળ્યા હોવાનું જણાવાયું છે. આ ડેટા ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે. તપાસ અધિકારીઓનું કહેવું છે કે ડિજિટલ પુરાવા કેસમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
આ પણ વાંચો : ULLU-ALT બાલાજી બાદ હવે સરકારે આ 5 OTT પ્લેટફોર્મ પર મૂક્યો પ્રતિબંધ, એપ્સ બ્લોક
ADVERTISEMENT
હવે છેલ્લે જાણો શું કહ્યું પોલીસે ?
આ સમગ્ર સેક્સ રેકેટને લઈ સ્થાનિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, કેસના દરેક પાસાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. હાલ ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને વધુ લોકો સંકળાયેલા હોવાની શક્યતા પણ તપાસ હેઠળ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT