ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:43 AM, 25 February 2026
ADVERTISEMENT
OTT Platforms Ban : કેન્દ્ર સરકારે ફરી એકવાર ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ સામે કડક કાર્યવાહી કરી છે. વાસ્તવમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે પાંચ OTT પ્લેટફોર્મને સંપૂર્ણપણે બ્લોક કરી દીધા છે. સરકારનો આરોપ છે કે, આ પ્લેટફોર્મ્સ પર અશ્લીલ અને પોર્નોગ્રાફિક સામગ્રી બતાવવામાં આવી રહી હતી, જે કાનૂની અને નૈતિક ધોરણોનું ઉલ્લંઘન કરે છે. સરકારના નિર્ણય બાદ હવે MoodXVIP, Koyal Playpro, Digi Movieplex, Feel અને Jugnu જેવી એપ્સ અને વેબસાઇટ્સ ભારતમાં કોઈપણ ઇન્ટરનેટ સેવા પર ઉપલબ્ધ નહીં રહે.
ADVERTISEMENT
શા માટે લેવામાં આવ્યું પગલું?
મંત્રાલયના અધિકારીઓ મુજબ આ પ્લેટફોર્મ્સ પર એવી ફિલ્મો અને વેબ સિરીઝ સ્ટ્રીમ થતી હતી જેમાં સ્પષ્ટ જાતીય દૃશ્યો, સંપૂર્ણ નગ્નતા અને કોઈ સામાજિક સંદેશ વિના માત્ર અશ્લીલતા દર્શાવવામાં આવતી હતી. સરકારનું કહેવું છે કે આવી સામગ્રી જાહેર શિષ્ટાચાર વિરુદ્ધ છે અને કાયદાનો ભંગ કરે છે. આ કાર્યવાહી Information Technology Act 2000ની કલમ 69A હેઠળ કરવામાં આવી છે. આ કલમ સરકારને દેશની સુરક્ષા, જાહેર વ્યવસ્થા અને નૈતિકતા માટે હાનિકારક સામગ્રીને ઇન્ટરનેટ પરથી દૂર કરવાની સત્તા આપે છે. સાથે સાથે Information Technology Rules 2021 (ડિજિટલ મીડિયા એથિક્સ કોડ)નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT

ઇન્ટરનેટ પ્રદાતાઓને પણ આપ્યો મોટો આદેશ
ADVERTISEMENT
સરકારે તમામ ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ આ પ્લેટફોર્મ્સને સંપૂર્ણપણે બ્લોક કરે. એટલે કે Jio, Airtel, Vodafone-Idea અથવા અન્ય કોઈ નેટવર્ક પર આ એપ્સ ઍક્સેસ કરી શકાશે નહીં. નોંધનીય છે કે, મંત્રાલયે સપ્ટેમ્બર 2024માં જ આ પ્લેટફોર્મ્સને નોટિસ મોકલી હતી. કેટલાક પ્લેટફોર્મ્સે જવાબ આપ્યો નહોતો, જ્યારે કેટલાકે નામ અથવા ડોમેન બદલીને ફરી તે જ પ્રકારની સામગ્રી પ્રસારિત કરવાનું ચાલુ રાખ્યું હતું. જુલાઈ 2025માં પણ સરકાર દ્વારા 25 OTT એપ્સ પર પ્રતિબંધ મૂકાયો હતો, જેમાં ALTBalaji અને ULLU જેવા જાણીતા નામોનો સમાવેશ થતો હતો. સરકારનો મત છે કે વારંવાર ચેતવણી છતાં કેટલાક પ્લેટફોર્મ્સમાં કોઈ સુધારો જોવા મળ્યો નહોતો.
ADVERTISEMENT
વિવિધ મંત્રાલયો સાથે ચર્ચા બાદ નિર્ણય
આ વખતનો નિર્ણય લેતા પહેલા ગૃહ મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય તેમજ કાયદા મંત્રાલય સાથે ચર્ચા કરવામાં આવી હતી. ઉદ્યોગ સંસ્થાઓ અને મહિલા-બાળ અધિકાર નિષ્ણાતોની સલાહ પણ લેવામાં આવી હતી. તમામે આવી સામગ્રી પર તાત્કાલિક રોક લગાવવાની જરૂરિયાત જણાવી હતી. સરકારનું કહેવું છે કે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર નૈતિકતા અને કાનૂની માપદંડ જાળવવા ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને બાળકો અને મહિલાઓને ધ્યાનમાં રાખીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં પણ કોઈ પ્લેટફોર્મ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે પણ આવું જ પગલું લેવાશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT