ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / બિશ્નોઈના વકીલની કાર પર અંધાધૂંધ ફાયરિંગ, એક ઘાયલ, પોલીસે કહ્યું ''હુમલાનો ઉદ્દેશ્ય...''

ગોળીબાર / બિશ્નોઈના વકીલની કાર પર અંધાધૂંધ ફાયરિંગ, એક ઘાયલ, પોલીસે કહ્યું ''હુમલાનો ઉદ્દેશ્ય...''

Published By: Priykant Shrimali

Last Updated: 10:36 AM, 25 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lawrence Bishnoi : દિલ્હીના કાશ્મીરી ગેટમાં કાર પર ફાયરિંગ: એક ઘાયલ, પોલીસ તપાસમાં વ્યસ્ત, પ્રાથમિક અંદાજ મુજબ જૂની રંજિશ અથવા ગેંગ વોરની સંભાવના હોઈ શકે

ADVERTISEMENT

Lawrence Bishnoi : દિલ્હીના કાશ્મીરી ગેટ વિસ્તારમાં મંગળવાર રાત્રે ગોળીબારની ઘટના સામે આવી છે. વિગતો મુજબ રાત્રે લગભગ 10:10 વાગ્યે અજાણ્યા હુમલાખોરોએ એક કારને નિશાન બનાવી ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે, જેને તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા મુજબ, કારમાં કુલ પાંચ લોકો સવાર હતા. હુમલો મારઘાટ હનુમાન મંદિર પાસે થયો હતો. ગોળીબાર કર્યા પછી હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા.

પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં

ઘટનાની જાણ થતાં જ દિલ્હીની ટીમ સ્થળ પર પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી. અધિકારીઓએ જણાવ્યું કે કાર પર અનેક ગોળીઓ ચલાવવામાં આવી હતી અને સ્થળ પરથી ગોળીના ખોખા મળી આવ્યા છે. ફોરેન્સિક ટીમે સ્થળનું નિરીક્ષણ કર્યું છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ એકત્રિત કર્યા છે. પોલીસ સાક્ષીઓના નિવેદનો અને ટેકનિકલ પુરાવાઓના આધારે હુમલાખોરોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો : આગામી 24 કલાકમાં હવામાનમાં મોટો ફેરફાર: વરસાદ, પવન અને હિમવર્ષાની શક્યતા

ઘાયલ વ્યક્તિનો દાવો

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઘાયલ વ્યક્તિએ પોતાને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની કાનૂની ટીમ સાથે જોડાયેલ હોવાનું કહ્યું છે. જોકે, આ બાબતે પોલીસ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. કારમાં હાજર અન્ય ચાર લોકો સુરક્ષિત છે. પોલીસે જણાવ્યું છે કે, હુમલા પાછળનો ચોક્કસ ઉદ્દેશ્ય હજી સુધી સ્પષ્ટ થયો નથી. પ્રાથમિક અંદાજ મુજબ જૂની રંજિશ અથવા ગેંગ વોરની સંભાવના હોઈ શકે છે. તેમ છતાં, તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકત બહાર આવશે. પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી શંકાસ્પદોની શોધ શરૂ કરી છે. અધિકારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તપાસના આધારે ટૂંક સમયમાં આરોપીઓને પકડી લેવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi car firing Bishnoi gang connection Kashmiri Gate shooting

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ