ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / આગામી 24 કલાકમાં હવામાનમાં મોટો ફેરફાર: વરસાદ, પવન અને હિમવર્ષાની શક્યતા

Weather Update / આગામી 24 કલાકમાં હવામાનમાં મોટો ફેરફાર: વરસાદ, પવન અને હિમવર્ષાની શક્યતા

Published By: Priykant Shrimali

Last Updated: 08:37 AM, 25 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather Update : IMD મુજબ કેટલાક રાજ્યોમાં વરસાદ, તેજ પવન અને વીજળી પડવાની શક્યતા, આ બદલાવને કારણે અનેક વિસ્તારોમાં તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે

ADVERTISEMENT

Weather Update : દેશભરમાં આગામી 24 કલાક દરમિયાન હવામાનમાં નોંધપાત્ર બદલાવ જોવા મળી શકે છે. IMD મુજબ કેટલાક રાજ્યોમાં વરસાદ, તેજ પવન અને વીજળી પડવાની શક્યતા છે. આ બદલાવને કારણે અનેક વિસ્તારોમાં તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. હવામાન વિભાગે ખાસ કરીને ખેડૂતો અને બહાર કામ કરતા લોકો માટે સાવચેતી રાખવાની સલાહ આપી છે.

ક્યાં પડશે વરસાદ અને તોફાન?

IMDના અનુમાન મુજબ 25 અને 26 ફેબ્રુઆરીએ પૂર્વી મધ્યપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, સિક્કિમ, મેઘાલય, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તેલંગાણા અને લક્ષદ્વીપમાં વરસાદ સાથે વીજળી પડવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડી શકે છે. ખાસ કરીને પૂર્વી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, ઓડિશા અને તેલંગાણામાં આ શક્યતા વધુ છે. આ સાથે 27 અને 28 ફેબ્રુઆરી દરમિયાન જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવો વરસાદ અને બરફવર્ષા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દિલ્હી અને ઉત્તર પ્રદેશનું હવામાન

25 ફેબ્રુઆરીએ દિલ્હીમાં આકાશ સ્વચ્છ રહેવાની ધારણા છે અને વરસાદની શક્યતા ઓછી છે. મહત્તમ તાપમાન આશરે 28°C અને લઘુત્તમ 14°C રહેવાની શક્યતા છે. આગામી બે-ત્રણ દિવસમાં તાપમાનમાં થોડો વધારો થઈ શકે છે. ઉત્તર પ્રદેશમાં પણ હવામાન સામાન્ય રહેશે. સહારનપુર, બિજનૌર, મુરાદાબાદ, મુઝફ્ફરનગર, રામપુર અને બરેલીમાં સવારે થોડી ઠંડી અનુભવાઈ શકે છે. લખનૌ અને કાનપુરમાં બપોર બાદ થોડી ગરમી વધશે.

બિહાર અને ઝારખંડમાં શું સ્થિતિ?

બિહારમાં મોટા ફેરફારની શક્યતા નથી. પટણા સહિત ઘણા વિસ્તારોમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. ઝારખંડમાં સવારે ધુમ્મસ અને હળવા વાદળો છવાયેલા રહેશે. ગુમલા, બોકારો, ધનબાદ, રાંચી અને આસપાસના વિસ્તારોમાં સાંજ સુધીમાં હળવા વરસાદની સંભાવના છે. આ સાથે 26 અને 27 ફેબ્રુઆરીએ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષાની શક્યતા છે. મનાલી અને આસપાસના વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે જઈ શકે છે. જમ્મુ-કાશ્મીરમાં મેદાની વિસ્તારોમાં મોટા ફેરફારની સંભાવના ઓછી છે, પરંતુ ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે.

આ પણ વાંચો : 'સહેલીઓએ નશીલું પીણું પીવડાવીને ભાઈ પાસે રેપ કરાવ્યો', ભોપાલ હનીટ્રેપ ગેંગના કાળા કારનામા

આ તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડતા રાજસ્થાનમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ કેટલાક શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. ભોપાલ સહિત કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્યથી થોડું ઓછું રહી શકે છે. તમિલનાડુના દક્ષિણ ભાગોમાં 1 માર્ચ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ચેન્નાઈમાં તાપમાન સામાન્ય મર્યાદામાં રહેશે, પણ ભેજનો અંશ અનુભવાઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weather Forecast India Rain and Thunderstorm IMD Warning

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ