બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મહિલાને પશુની જેમ કાપીને અંગ અંગ નોખા કરી નાખ્યા, 7 થેલીઓમાં ભરીને ફેંક્યાં, મચી ચકચાર

ક્રાઈમ / મહિલાને પશુની જેમ કાપીને અંગ અંગ નોખા કરી નાખ્યા, 7 થેલીઓમાં ભરીને ફેંક્યાં, મચી ચકચાર

Jay Bhatt

Last Updated: 08:35 AM, 10 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે દિવસે કથળી રહી છે. રોજે રોજ છાશવારે હત્યાના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ ખૌફનાક હત્યાથી હડકંપ મચી ગયો છે. જ્યાં મહિલાને પશુની જેમ કાપીને હત્યા કરી દેવામાં આવી છે.

Crime News: દેશમાં ગુનાહિત તત્વો બેફામ બની રહ્યાં છે. ગુનેગારોને જાણે કાયદા કે પોલીસનો ડર જ ન રહ્યો તેમ રોજ હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. ક્યાંક નાના ઝઘડાઓ ક્યારેક ઉગ્ર સ્વરૂપ લઈ લેતું હોય છે જે હત્યાના પરિણામમાં બદલાઈ જાય છે. તો ક્યાંક ઘરકંકાસ તો કેટલીક જગ્યાએ અંગત અદાવતથી હત્યાના અહેવાલો પ્રકાશિત થઈ રહ્યા છે, ત્યારે હવે વધુ એક મહિલાના મર્ડરથી ચકચાર મચી ગઈ છે.

હત્યા અને ચોરીના બનાવ રોકેટ ગતિએ વધ્યા

છેલ્લા કેટલાક વર્ષોમાં હત્યા અને ચોરીના બનાવમાં રોકેટ ગતિએ વધારો થયો છે. કથળેલી કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઈ સામાન્ય લોકોમાં પણ ભયંકર રોષ છે. સામાન્ય બોલાચાલીમાં પણ લોકોની હત્યા કરવામાં આવી રહી છે. ગુનાખોરીમાં ઘટાડો થયો હોવાના દાવા કરાય છે જો કે આ દાવાને પોકળ સાબિત કરતો હત્યાનો હચમચાવી નાખે તેવો બનાવ બન્યો છે, હત્યાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે.

Vtv App Promotion 1

મહિલાનું કપાયેલું માથું અને શરીરના અંગો મળી આવ્યા

દેશના દક્ષિણ આવેલું રાજ્ય કર્ણાટકમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં રસ્તાના કિનારે પ્લાસ્ટિકની અનેક થેલીઓમાં એક મહિલાનું કપાયેલું માથું અને શરીરના અંગો મળી આવ્યા હતા. આ ઘટના કોરાટાગેરેના કોલાલા ગામની હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણ દિવસ પહેલા ગુરુવારે (07 ઓગસ્ટ 2025)એ લોકોએ મહિલાના શરીરના ભાગોથી કેટલીક થેલીઓ જોઈ હતી, આ પછી પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.

વધુ વાંચો : કોરાડી મંદિરનો નિર્માણાધીન ગેટ ધરાશાયી, 17 મજૂરો ઘાયલ, 3ની હાલત ગંભીર

પોલીસે ખાસ ટીમની રચના કરી શોધખોળ શરુ કરી

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા શરીરના અંગો ભરેલી સાત વધુ પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી હતી. તપાસ ટીમમાં સામેલ એક અધિકારીએ જણાવ્યું હતું કે, હજુ સુધી આ કોના અંગો છે તેની ઓળખ થઈ નથી. આ ઘટના અંગે પોલીસની ખાસ ટીમની રચના કરવામાં આવી છે, અને આસાપાસના ગામોમા શોધખોળ શરુ કરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે, હત્યા કરીને શરીરને કાપીને અહીં થેલીઓને ફેંકી દેવામાં આવી હશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Crime news karnataka National
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ