ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કેન્દ્ર સરકારની મોટી ભરતી બહાર પડી, મહિને 85,000નો પગાર, આવી રીતે કરો અરજી

તમારા કામનું / કેન્દ્ર સરકારની મોટી ભરતી બહાર પડી, મહિને 85,000નો પગાર, આવી રીતે કરો અરજી

Published By: Priykant Shrimali

Last Updated: 01:39 PM, 14 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICSI Recruitment 2025 : સરકારી નોકરી શોધી રહેલ ઉમેદવારો માટે સુવર્ણ તક, મહિને મળશે 85,000 સુધી પગાર, અહીં ક્લિક કરીને જાણો તમામ વિગતો

ADVERTISEMENT

ICSI Recruitment 2025 : દિવાળી પહેલા સરકારી નોકરીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે CA, CS, અથવા CMS (Cost Management Services) જેવી વ્યાવસાયિક લાયકાત મેળવી છે કેતેનાં ઈન્ટરમીડિયટ/એક્ઝિક્યુટિવ લેવલ સુધી પહોંચી ગયા છો, તો તમારાં માટે હવે સરકારી ક્ષેત્રમાં એક ઉત્તમ તક ઊભી થઈ છે.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI) દ્વારા યંગ પ્રોફેશનલ અને આસિસ્ટન્ટ યંગ પ્રોફેશનલ પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી કાર્પોરેટ બાબતોના મંત્રાલય હેઠળ થશે અને તેનું કાર્યસ્થળ ગુરુગ્રામ, હરિયાણા ખાતે રહેશે.

ICSI ભરતી 2025 – મુખ્ય માહિતી

પાત્રતા માપદંડ (Eligibility Criteria) :

  • યંગ પ્રોફેશનલ માટે : ICAI / ICMAI / ICSI ના લાયક સભ્ય હોવો જરૂરી (CA/CS/CMA પાસ), મજબૂત વાતચીત કૌશલ્ય અને ટેકનોલોજીનું જ્ઞાન હોવું જોઈએ
  • આસિસ્ટન્ટ યંગ પ્રોફેશનલ માટે : CA/CS/CMA ની ઈન્ટરમીડિયટ અથવા એક્ઝિક્યુટિવ લેવલ પાસ કરેલું હોવું જોઈએ

વય મર્યાદા : 30 ઓક્ટોબર, 2025 ના રોજ વધુમાં વધુ ઉંમર 35 વર્ષ

પસંદગી પ્રક્રિયા (Selection Process) :

  • ઉમેદવારોની પસંદગી મેરિટ આધારે થશે
  • કોઈ લેખિત પરીક્ષા કે ઈન્ટરવ્યૂ લેવામાં નહીં આવે

આ પણ વાંચો : EPFO નો મોટો નિર્ણય, હવે PF એકાઉન્ટમાંથી તમામ નાણા ઉપાડી શકાશે, સમજો સંપુર્ણ ગણિત

અરજી કરવાની પ્રક્રિયા (How to Apply) :

  • www.icsi.edu પર જઈને રજિસ્ટર કરો
  • “Recruitment” વિભાગ પર ક્લિક કરો
  • યોગ્ય પદ પસંદ કરો અને ઑનલાઇન ફોર્મ ભરો
  • જરૂરી દસ્તાવેજ (ફોટો, સહી) અપલોડ કરો
  • ફોર્મ સબમિટ કરતા પહેલાં તમામ વિગતો ફરી ચકાસો
  • ફોર્મ સબમિટ કર્યા પછી તેની પ્રિન્ટ બહાર કાઢો

અહીં ક્લિક કરી જુઓ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન : ICSI Young Professional Recruitment 2025

નોંધનીય છે કે, અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર, 2025 છે. વધુ માહિતી માટે નિયમિતપણે ICSI ની વેબસાઈટની મુલાકાત લઈ શકો છો. ICSI દ્વારા આપવામાં આવેલી આ તક દેશના યુવા પ્રોફેશનલ્સ માટે એક શ્રેષ્ઠ અવસર છે. જે ઉમેદવારો પોતાના કારકિર્દીનું નિર્માણ સરકારી અને નીતિ-સંબંધિત ક્ષેત્રમાં કરવાનું ઈચ્છે છે, તેમણે આ તક ગુમાવવી ન જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Online Application, ICSI Recruitment 2025 Central Government Job Online Application

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ