બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / એક રાતના 6000 રુપિયા, ગેસ્ટ હાઉસમાં ગ્રાહકોને શરીર સુખ આપતી ઝડપાઈ 3 યુવતીઓ, મચ્યો હડકંપ
Crime News: દેશમાં ચિંતાજનક રીતે દેહ વ્યાપારનું દુષણ વધી રહ્યું છે. દેહ વ્યાપારનું વધતુ ચલણ એક ગંભીર સામાજિક સમસ્યા બની રહી છે. હોટલો અને સ્પામાં અવારનવાર ગેરકાયદે ચાલતા કૂટણખાના પણ ઝડપાયા છે. જો કે હવે ગેસ્ટ હાઉસમાં સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું, જ્યાં એક રાત માટે 6000 રૂપિયા વસૂલવામાં આવતા હતા. પોલીસે દરોડો પાડતા ગ્રાહકોને શરીર સુખ આપતી રુપલલના ઝડપાઈ હતી.
ADVERTISEMENT
પોલીસે દરોડા પાડ્યા અને સેક્સ રેકેટ ઝડપાયું
ગુવાહાટી પોલીસને ગેસ્ટ હાઉસમાં ચાલતા વેશ્યાવૃત્તિ અંગે બાતમી મળી હતી. જેથી ગેસ્ટહાઉસમાં દરોડા પાડતા એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે ત્રણ યુવતીઓને બચાવી લેવામાં આવી હતી, જેઓ ગેરકાયદેસર ધંધાની શિકાર બની હતી.
ADVERTISEMENT
શું કહ્યું ડીસીપીએ?
પૂર્વ ગુવાહાટીના ડીસીપીએ જણાવ્યું હતું કે, 'જોયા નગરના એક ગેસ્ટ હાઉસમાં વેશ્યાવૃત્તિ ચાલી રહી હતી. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને શરૂઆતની તપાસ બાદ ચાર લોકોની અટકાયત કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા લોકોના નામ બાપ્તિ હજારિકા, જોનાલી ચૌખમ, રિતુમોની ગોહૈન રાભા અને રિયા દાસ છે. બાપ્તિ હજારિકા આ ગેસ્ટ હાઉસના માલિક છે. આ ગેરકાયદે ધંધો છેલ્લા આઠ મહિનાથી ચાલી રહ્યો હતો'.
ADVERTISEMENT

ગ્રાહકોને ગેસ્ટ હાઉસ અને હોટલમાં બોલાવતા હતા
ADVERTISEMENT
આ રેકેટ ગેસ્ટ હાઉસ ઉપરાંત શહેરની કેટલીક હોટલોમાં પણ પોતાની સેવાઓ પૂરી પાડતું હતું. ધરપકડ કરાયેલા આરોપીઓની પોલીસે પૂછપરછ કરતા મોટા ખુલાસા થયા હતા, જેમાં આ ધંધામાં સામેલ લોકો ગ્રાહકોને ગેસ્ટ હાઉસ કે હોટલમાં બોલાવતા હતા. પોલીસે ગેસ્ટ હાઉસનું રજિસ્ટર અને સીસીટીવી ફૂટેજ પણ જપ્ત કર્યા છે જેથી કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી શકાય. એટલું જ નહીં, આ સોદા અંગે એક મહિલા અને એક પુરુષની ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
વધુ વાંચો : મહિલાને પશુની જેમ કાપીને અંગ અંગ નોખા કરી નાખ્યા, 7 થેલીઓમાં ભરીને ફેંક્યાં, મચી ચકચાર
ADVERTISEMENT
એક રાતનો ભાવ 6000 રુપિયા
આ સેક્સ રેકેટમાં જે યુવતીઓને બચાવવામાં આવી છે તેની ઉંમર 20થી 28 વર્ષની વચ્ચે છે. આ યુવતીઓને આ કામ માટે દર મહિને 18000 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. જ્યારે ક્લાયન્ટ પાસેથી 6000 રૂપિયા એક રાતના વસૂલવામાં આવતા હતા. પોલીસ આ કેસની જીણવટભરી તપાસ કરી રહી છે, અને પોલીસને આશા છે કે, આમાથી વધુ માહિતી મળશે અને અન્ય નામો પણ બહાર આવી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.