બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાએ વિશ્વને હચમચાવી નાખ્યું હતું. આ દુર્ઘટના બાદ એક પછી એક વિમાનોમાં ખામી હોવાના કિસ્સાો પ્રકાશિત થઈ રહ્યાં છે. ત્યારે હવે ઉડી રહેલી એક ફ્લાઈટમાં બારી તૂટી ગયાના અહેવાલ સામે આવી રહ્યાં છે જનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
હવામાં અચાનક બારી તૂટી ગઈ
વાયરલ વીડિયોમાં હવામાં ઉડતી ફ્લાઇટની બારીની ફ્રેમ તૂટેલી જોવા મળી રહી છે. કહેવામાં આવ્યું છે કે ગોવાથી પુણે જતી સ્પાઇસજેટ કેએસજીમાં આ ઘટના બની હતી. ફ્લાઇટની બારીની ફ્રેમ અચાનક હવામાં તૂટી ગઈ હતી. જેના કારણે મુસાફરોના જીવ થોડા સમય માટે તાળવે ચોંટ્યા હતા.જોકે, એરલાઇન્સે કહ્યું કે તેનાથી મુસાફરોની સલામતી પર કોઈ અસર પડી નથી.
ADVERTISEMENT

મુસાફરો ભય ફેલાઈ ગયો
ADVERTISEMENT
ગોવાથી પુણે જઈ રહેલી સ્પાઈસજેટની 90 સીટર ફ્લાઇટ SG-1080ની એક બારી હવામાં જ તૂટી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. વિમાનની અંદર હવામાં આવી ઘટના બનતા જ મુસાફરો ભય ફેલાઈ ગયો હતો. સદનસીબે, આ બારી વિમાનની અંદરની બાજુથી તૂટી ગઈ હતી.
વધુ વાંચો : VIDEO : ઘરોમાં ઘૂસ્યા પાણી, નદી નાળા છલકાયા, વડગામમાં 8 ઈંચ વરસાદથી જળબંબાકાર
ADVERTISEMENT
હવામાં અધવચ્ચે ગોવાથી પુણે જનારી સ્પાઇસજેટ ફ્લાઇટની બારી તૂટતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા#SpiceJet #viralvideo #goatopuneflight #gujaratinews #vtvdigital pic.twitter.com/1WAs1EzKHt
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 3, 2025
એરલાઇન કંપનીએ શું કહ્યું?
ADVERTISEMENT
જો કે બારીના કાચનો ભાગ સલામત હતો. આ સમગ્ર મામલે સ્પાઇસજેટે એક નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, Q400 વિમાનોમાંથી એકની 'કોસ્મેટિક' (અંદરની) બારીની ફ્રેમ ઉડાન દરમિયાન ઢીલી થઈ જતા ઉખડી ગયા હતા. મુસાફરોની સલામતી પર કોઈ અસર પડી ન હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.