બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : ઘરોમાં ઘૂસ્યા પાણી, નદી નાળા છલકાયા, વડગામમાં 8 ઈંચ વરસાદથી જળબંબાકાર
Last Updated: 10:36 AM, 3 July 2025
Banaskantha Rain : હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ બધાની વચ્ચે ગઇકાલે રાત્રે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. ખાસ કરીને બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. આ તરફ બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરના જાહેરમાર્ગો પર જ ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે. આ સાથે ડીસા પંથકમાં પણ ભારે વરસાદની સ્થિતિને લઈ પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે.
ADVERTISEMENT

બનાસકાંઠાના ડીસામાં વરસાદી પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો
ADVERTISEMENT
બટાકા નગરી ડીસામાં ભારે વરસાદથી માળી વાસ વિસ્તારમાં પાણી ભરાયું છે. આ તરફ લોકોના ઘરો સુધી પાણી પહોંચતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. નોંધનીય છે કે, દર વર્ષો ચોમાસામાં માળી વાસ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે. જોકે સમસ્યાના નિરાકરણ માટે પાલિકાને રજૂઆત કરીને રહીશો થાક્યા છે. આ તરફ અહીં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાનો અભાવ હોવાથી દર વર્ષે ડીસાના એરપોર્ટ અને પિંક સિટીનું પાણી માળી વાસ વિસ્તારમાં ભરાય છે. આ તરફ હવે વરસાદી પાણીની વર્ષો જૂની સમસ્યાનો અંત આવે તેવી લોકોની માગ છે.

ADVERTISEMENT
બનાસકાંઠા જિલ્લામાં નદીઓમાં પાણી આવ્યા
બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લામાં નદીઓમાં પાણી આવ્યા છે. જિલ્લામાં મોડી રાત્રે વરસાદથી રેલ નદીમાં પાણી આવ્યા છે. ધાનેરાની માલોતરા નજીક રેલ નદીમાં પાણી આવતા ખેડૂતો ખુશ થયા છે. આ તરફ હવે સાવચેતીના ભાગરૂપે રેલ નદીમાં પાણીના પ્રવાહમાં ના જવા અપીલ કરાઇ છે. આ તરફ જિલ્લામાં મોડી રાત્રે પડેલા વરસાદથી અનેક વોહળાના વહેણ પણ આવ્યા છે.
ADVERTISEMENT

બેચરપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ઘૂસ્યા પાણી
ADVERTISEMENT
બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરના બેચરપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પાણી ઘૂસ્યા છે. આ સાથે શક્તિનગર રો હાઉસ સોસાયટીમાં ઘરોમાં ઘૂંટણ સમાજ પાણી ભરાયા છે. આ તરફ ઘરોમાં ઘૂંટણ સમાજ ભરાતા ચીજ વસ્તુઓ પાણીમાં ગરકાવ થઈ છે. અહીં પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી. આ તરફ વહેલી સવારે ચાર વાગ્યાથી લોકોના ઘરોમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાઈ જતાં મુશ્કેલી જનક સ્થિતિ બની છે.
ADVERTISEMENT

પાલનપુરના અનેક વિસ્તાર ભરાયા પાણી
બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે મુખ્યમથક પાલનપુરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. આ સાથે અહીં પાલનપુરના મફતપુરા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. લોકોના ઘરોમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
આ તરફ લોકોના ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરી પલળી જતા થયું મોટું નુકશાન થયું છે. આ બધાની વચ્ચે હવે પાલનપુર નગરપાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી પર સવાલો ઉઠયા છે.
બનાસકાંઠા પાણી-પાણી, મૂશળધાર વરસાદમાં પાલનપુરના ગઠામણ પાટિયે પાણીનો ભરાવો#banaskantha #RainGujarat #RainInGujarat #WeatherForecast #RainForecast #VTVDigital pic.twitter.com/PCe4Z4Xcrc
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 3, 2025

ડીસામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને પગલે રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા છે. આ તરફ ડીસાના ત્રણ હનુમાન મંદિર પાસે વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાતા વેપારીઓના ધંધા-રોજગાર ઠપ્પ થયા છે. નોંધનિય છે કે, અહીં દર વર્ષે ચોમાસામાં ત્રણ હનુમાન રોડ પર પાણી ભરાય છે, જે મામલે અનેક વખત રજૂઆત છતાં પાણી નિકાલની કોઇ વ્યવસ્થા નથી કરાઇ. આ તરફ હવે વેપારીઓની માગ છે કે, તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે.
ધોધમાર વરસાદથી પાલનપુરના રસ્તાઓ પાણીમાં ગરકાવ, નદી વહેતી હોય તેવાં દ્રશ્યો સર્જાયા#palanpur #RainGujarat #RainInGujarat #WeatherForecast #RainForecast #VTVDigital pic.twitter.com/VZ40HgO8Je
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 3, 2025
બનાસકાંઠા જિલ્લામાં તા. 03-07-2025 ના રોજ સવારે 06:00 કલાક સુધીમાં નોંધાયેલ વરસાદ.
બનાસકાંઠા જિલ્લામાં તા. ૦૩/૦૭/૨૦૨૫ ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં નોંધાયેલ વરસાદ.@CMOGuj @revenuegujarat pic.twitter.com/hf8ALivH4d
— Collector & DM Banaskantha (@CollectorBK) July 3, 2025
પાલનપુરના ડેરી રોડ પર ભરાયા વરસાદી પાણી
બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં પણ ભારે વરસાદ પડ્યો છે. પાલનપુરના ડેરી રોડ પર વરસાદી પાણી ભરાયા છે. આ સાથે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાના ઘર નજીક વરસાદી પાણી ભરાયા છે. જિલ્લા કલેકટર જિલ્લા પોલીસવડા અને ધારાસભ્યના ઘરથી 100 મીટરના વિસ્તાર બેટમાં ફેરવાયો છે. આ સાથે જાહેર માર્ગ પર ઢીંચણસમા પાણી ભરાઈ જતા જિલ્લાના વડાઓ જ અટવાય તેવી સ્થિતિ બની શકે છે. આ તરફ હવે પાલનપુર પાલિકાની પ્રીમોનસૂન પ્લાનની પોલ ખૂલી ગઈ છે.

પાલનપુર જૂના બસ સ્ટેન્ડ પાસે પણ વરસાદી પાણીનો ભરાવો
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથકપાલનપુરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો છે. આ તરફ ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં ચાણક્યપુરી સોસાયટી, આનંદ નગર સોસાયટીમાં જળભરાવની સ્થિતિ બની છે. આ તરફ ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતા સ્થાનિકો હાલાકીનો ભોગ બન્યા છે તો પાલનપુર જૂના બસ સ્ટેન્ડ પાસે પણ વરસાદી પાણીનો ભરાવો થયો છે.

આ પણ વાંચો : જેતપુરથી લઈ પાલનપુર સુધી મેઘ મલ્હાર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી!
દાંતીવાડાથી લઈ લાખણી સુધી મેઘમહેર
બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રીથી સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી હતી. જેમાં ખાસ કરીને દાંતીવાડા, ડીસા, પાલનપુર, ધાનેરા, થરાદ, વાવ, લાખણી, સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આ સાથે ભારે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાણી ભરાવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરફ સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.