બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જેતપુરથી લઈ પાલનપુર સુધી મેઘ મલ્હાર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી!

મેઘતાંડવ / જેતપુરથી લઈ પાલનપુર સુધી મેઘ મલ્હાર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી!

Priykant Shrimali

Last Updated: 09:54 AM, 3 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rain : બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, પાલનપુરના જાહેરમાર્ગો પર જ ઢીંચણસમા પાણી ભરાયા

Gujarat Rain : હવામાનની આગાહી પ્રમાણે રાજ્યભરમાં મેઘમહેર જોવા મળી રહી છે. આ તરફ આજે પણ હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ બધાની વચ્ચે ગઇકાલે રાત્રે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. ખાસ કરીને બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. આ તરફ બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરના જાહેરમાર્ગો પર જ ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે.

ડીસામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ

હવામાનની આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ભારે વરસાદને પગલે રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા છે. આ સાથે ત્રણ હનુમાન મંદિર પાસે વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાતા વેપારીઓના ધંધા-રોજગાર ઠપ્પ થયા છે. મહત્વનું છે કે, દર વર્ષે ચોમાસામાં ત્રણ હનુમાન રોડ પર પાણી ભરાય છે. જોકે આ બાબતે અનેક વખત રજૂઆત છતાં પાણી નિકાલની કોઇ વ્યવસ્થા નથી કરાઇ. આ તરફ હવે તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરવા વેપારીઓની માગ છે.

પાલનપુરના ડેરી રોડ પર ભરાયા વરસાદી પાણી

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં પણ ભારે વરસાદ પડ્યો છે. પાલનપુરના ડેરી રોડ પર વરસાદી પાણી ભરાયા છે. આ સાથે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાના ઘર નજીક વરસાદી પાણી ભરાયા છે. જિલ્લા કલેકટર જિલ્લા પોલીસવડા અને ધારાસભ્યના ઘરથી 100 મીટરના વિસ્તાર બેટમાં ફેરવાયો છે. આ સાથે જાહેર માર્ગ પર ઢીંચણસમા પાણી ભરાઈ જતા જિલ્લાના વડાઓ જ અટવાય તેવી સ્થિતિ બની શકે છે. આ તરફ હવે પાલનપુર પાલિકાની પ્રીમોનસૂન પ્લાનની પોલ ખૂલી ગઈ છે.

જેતપુરમાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદી માહોલ

હવામાન વિભાગની આગાહીને લઈ આજે વહેલી સવારથી જ જેતપુરમાં સાર્વત્રિક વરસાદી માહોલ છે. જેમાં ખાસ કરી તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, ચાંદની ચોક, ફૂલવાડી સહિત વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સાથે નાની પરબડી, જેતલસર, ગુંડાળા,,મંડલીકપુર, પેઢલા સહિતના ગામડાઓમાં પણ વરસાદ પડ્યો છે. જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

મહેસાણામાં મેઘરાજા ફરી મહેરબાન

મહેસાણામાં હવામાનની આગાહી પ્રમાણે મેઘરાજા ફરી એકવાર મહેરબાન થયા છે. ગઇકાલે સાંજે શરૂ થયેલ વરસાદ રાત્રે મોડા સુધી વરસ્યો હતો. મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ અને ભારે પવને નુકસાની વેરી છે. આ તરફ અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે તો રસ્તા પણ પાણી-પાણી થયા છે.

મહેસાણા જિલ્લામાં મોડી રાતે મેઘરાજા મંડાયા

મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. વિગતો મુજબ ખેરાલુમાં દોઢ ઈંચ, સતલાસણામાં એક ઇંચ વરસાદ પડ્યો છે. આ તરફ ભારે પવનને પગલે અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા છે તો ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા છે. આ બધાની વચ્ચે રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે.

પાલનપુર જૂના બસ સ્ટેન્ડ પાસે પણ વરસાદી પાણીનો ભરાવો

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો છે. આ તરફ ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં ચાણક્યપુરી સોસાયટી, આનંદ નગર સોસાયટીમાં જળભરાવની સ્થિતિ બની છે. આ તરફ ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતા સ્થાનિકો હાલાકીનો ભોગ બન્યા છે તો પાલનપુર જૂના બસ સ્ટેન્ડ પાસે પણ વરસાદી પાણીનો ભરાવો થયો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં 149 તાલુકામાં મેઘમહેર, આજે અનેક જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ

દાંતીવાડાથી લઈ લાખણી સુધી મેઘમહેર

બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રીથી સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી હતી. જેમાં ખાસ કરીને દાંતીવાડા, ડીસા, પાલનપુર, ધાનેરા, થરાદ, વાવ, લાખણી, સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આ સાથે ભારે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાણી ભરાવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરફ સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weather Update Gujarat Rain Heavy Rain
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ