ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:06 AM, 10 April 2026
ADVERTISEMENT
EVM Audit : ભારતના ચૂંટણી ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો છે. બોમ્બે હાઇકોર્ટે પ્રથમવાર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ના નિરીક્ષણ અને ઓડિટને મંજૂરી આપી છે, જે દેશની ચૂંટણી પ્રણાલીની પારદર્શકતા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
આ આદેશ ન્યાયાધીશ સોમશેખર સુંદરેશન દ્વારા આપવામાં આવ્યો હતો. આ મામલામાં અરજદાર તરીકે નસીમ ખાન(કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતા) છે, જ્યારે પ્રતિવાદી તરીકે દિલીપ લાંડે (શિવસેના – એકનાથ શિંદે જૂથના ધારાસભ્ય) સામેલ છે. 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ચાંદિવલી બેઠક પર દિલીપ લાંડેની જીત બાદ આ વિવાદ ઉદ્ભવ્યો હતો. ચૂંટણી બાદ રાહુલ ગાંધીએ પણ EVM સાથે ચેડાં અને મત ચોરી અંગે સવાલો ઉઠાવ્યા હતા, જેના કારણે આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો હતો. કોર્ટમાં ભારતના ચૂંટણી પંચ તરફથી વકીલોની ટીમે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

ADVERTISEMENT
કોર્ટના આદેશ મુજબ, અરજદારને EVMના નિરીક્ષણની મંજૂરી મળ્યા પછી, ચૂંટણી પંચે બે મહિનાની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવી રહેશે. નસીમ ખાને આ નિર્ણયને “ઐતિહાસિક અને જરૂરી ન્યાયિક હસ્તક્ષેપ” ગણાવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, અગાઉ ક્યારેય ઉમેદવારોની હાજરીમાં ચૂંટણી બાદ EVMનું આ પ્રકારનું નિરીક્ષણ કરવામાં આવ્યું નથી. આ પ્રક્રિયાના ભાગરૂપે મુંબઈમાં 16 અને 17 એપ્રિલે EVMનું ‘ડાયગ્નોસ્ટિક ચેક’ હાથ ધરાશે. આ ચકાસણી ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના નિષ્ણાતો દ્વારા કરવામાં આવશે, જેમાં મશીનોની તકનિકી સ્થિતિ અને કાર્યક્ષમતાની તપાસ થશે.
આ પણ વાંચો : ભારત-અમેરિકા વચ્ચે વેપાર વાતચીત થશે ફરી શરૂ, એપ્રિલના અંતે મહત્વપૂર્ણ બેઠક કરશે
ADVERTISEMENT
કોંગ્રેસ પાર્ટીએ દેશભરના પોતાના ઉમેદવારોને તેમના મતવિસ્તારોમાં EVM અને VVPATના ઓડિટની માંગણી કરવા જણાવ્યું છે. આ સાથે જ, સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના એપ્રિલ 2024ના ચુકાદાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં સૂચન કરવામાં આવ્યું હતું કે દરેક વિધાનસભા મતવિસ્તારમાં ઓછામાં ઓછા 5% EVMની ટેક્નિકલ તપાસ થવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT