બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ડિજિટલ ધરપકડ કેસમાં દેશમાં પહેલી સજા, આ કોર્ટે આરોપીને સંભળાવી 7 વર્ષની સખત કેદની સજા

કાર્યવાહી / ડિજિટલ ધરપકડ કેસમાં દેશમાં પહેલી સજા, આ કોર્ટે આરોપીને સંભળાવી 7 વર્ષની સખત કેદની સજા

Priykant Shrimali

Last Updated: 07:05 AM, 18 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lucknow Digital Arrest : ડૉ. સૌમ્યા ગુપ્તાને દેવાશિષે તેમને ફોન કરી કસ્ટમ વિભાગના અધિકારી તરીકે પોતાનો પરિચય આપ્યો અને કહ્યું કેમ તેમના નામે કાર્ગો બુકમાં કેટલાક નકલી પાસપોર્ટ, ATM કાર્ડ, ૧૪૦ ગ્રામ MDM મળી આવ્યા છે... જાણો શું હતો સમગ્ર કાંડ

Lucknow Digital Arrest : દેશમાં ડિજિટલ ધરપકડનાં કેસમાં પહેલી વાર સજા કરવામાં આવી છે. વાસ્તવમાં KGMU ના સિનિયર ડોક્ટર સૌમ્યા ગુપ્તાને 10 દિવસ માટે ડિજિટલી ધરપકડ કરનાર અને જેલમાં મોકલવાની ધમકી આપનાર અને CBI અધિકારી હોવાનો દાવો કરીને 85 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર ગુનેગાર દેવાશીષને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ગુરુવારે સ્પેશિયલ CJM કસ્ટમ્સ અમિત કુમારે આ સજા સંભળાવી હતી. સાયબર પોલીસ સ્ટેશન લખનૌથી કેસની તપાસ કરનારા અને કોર્ટમાં આરોપીઓ વિરુદ્ધ પુરાવા રજૂ કરનારા ઇન્સ્પેક્ટર બ્રજેશ કુમાર યાદવનો દાવો છે કે, 14 મહિનામાં દેશમાં ડિજિટલ ધરપકડના કેસમાં આ પહેલી સજા છે. દેવાશીષ મૂળ આઝમગઢના અજમતગઢના મસૌનાનો રહેવાસી છે.

શું છે સમગ્ર મામલો ?

ફરિયાદ અધિકારી મશીન્દ્ર ચૌહાણે કોર્ટને જણાવ્યું કે, 15 એપ્રિલ, 2024ના રોજ ડૉ. સૌમ્યા ગુપ્તા KGMU માં ફરજ પર હતા. આ દરમિયાન દેવાશીષે તેમને ફોન કર્યો. તેમણે કસ્ટમ વિભાગના અધિકારી તરીકે પોતાનો પરિચય આપ્યો અને કહ્યું કે, તેઓ ઈન્દિરા ગાંધી એરપોર્ટ દિલ્હીથી બોલી રહ્યા છે. તેમના નામે કાર્ગો બુકમાં કેટલાક નકલી પાસપોર્ટ, ATM કાર્ડ, 140 ગ્રામ MDM મળી આવ્યા છે જે ગુનાની શ્રેણીમાં આવે છે. દેવાશીષે ધમકી આપી અને કોલ બીજા કોઈને ટ્રાન્સફર કર્યો અને કહ્યું કે, હવે CBI અધિકારીઓ વાત કરશે.

આ પછી નકલી CBI અધિકારીએ તેણીને ધમકી આપી અને કહ્યું કે, તેણીને સાત વર્ષની જેલની સજા થઈ શકે છે. જોકે સૌમ્યા ગુપ્તાએ તે વ્યક્તિને કહ્યું હતું કે, કાર્ગોમાં મળેલા સામાન સાથે તેનો કોઈ સંબંધ નથી. તેમ છતાં તે વ્યક્તિએ તેણીને ધમકી આપીને તેના બેંક ખાતા, પાન નંબર અને બધી સંપત્તિની વિગતો લીધી અને 85 લાખ રૂપિયા ચાર અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા. તેણીને 25 એપ્રિલ સુધી 10 દિવસ માટે ડિજિટલી ધરપકડ કરવામાં આવી.

ઇન્સ્પેક્ટરની લોબિંગને કારણે સજા

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) કમલેશ કુમાર દિક્ષિતે જણાવ્યું હતું કે, સાયબર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બ્રજેશ કુમાર યાદવ કેસની તપાસમાં રોકાયેલા હતા અને તેમની ટીમે કોર્ટમાં કેસની સતત હિમાયત કરી હતી. કોર્ટમાં ઇલેક્ટ્રોનિક અને વૈજ્ઞાનિક પુરાવા મજબૂત રીતે રજૂ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : હું રાહુલ ગાંધીને જેલમાં મોકલીશ... હિમંતા બિસ્વા શર્માનો ગુસ્સે સાતમાં આસમાને, જાણો શું છે કારણ ?

કઈ કલમમાં કેટલી સજા?

  • -કોર્ટે તેને ભારતીય દંડ સંહિતાની કલમ 419, 420, 467, 468, 471 અને 66D અને IT એક્ટ હેઠળ દોષિત ઠેરવ્યો.
  • -કલમ 419 હેઠળ બે વર્ષની કેદ અને બે હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો.
  • -કલમ 420 : પાંચ વર્ષની કેદ અને 3 હજાર રૂપિયા દંડ.
  • -કલમ 467 : સાત વર્ષની કેદ અને 5,000 રૂપિયા દંડ.
  • -કલમ 468 : પાંચ વર્ષની કેદ અને 3 હજાર રૂપિયા દંડ.
  • -કલમ 471 : સાત વર્ષની કેદ અને 5 હજાર રૂપિયાનો દંડ.
  • -કલમ 66D IT એક્ટ: બે વર્ષની કેદ અને 50,000 રૂપિયા દંડ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lucknow Digital arrest CBI officer
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ