બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / લાલુ પ્રસાદ યાદવે IRCTCમાં કર્યું આ ભયાનક કાંડ, ચુકાદો જાહેર કરતાં કોર્ટે નક્કી કર્યાં આરોપ

બિગ ન્યૂઝ / લાલુ પ્રસાદ યાદવે IRCTCમાં કર્યું આ ભયાનક કાંડ, ચુકાદો જાહેર કરતાં કોર્ટે નક્કી કર્યાં આરોપ

Jay Bhatt

Last Updated: 11:05 AM, 13 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારમાં ચૂંટણી વચ્ચે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર સાથે સંકળાયેલા IRCTC કેસમાં મોટો ચૂકાદો આપ્યો છે.

National news :બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા જ લાલુ પ્રસાદ યાદવને મોટો ઝટકો લાગ્યો છે. આજે (13 ઓક્ટોબર 2025) રાઉઝ એવન્યુ કોર્ટે IRCTC હોટલ ભ્રષ્ટાચાર કેસની સુનાવણી કરી, જેમાં પૂર્વ રેલ્વે મંત્રી લાલુ પ્રસાદ યાદવ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, આરજેડી નેતા તેજસ્વી યાદવ અને અન્ય લોકો સામે આરોપો નક્કી કરવામાં આવ્યા છે.

IRCTC કૌભાંડ કેસ શું છે?

લાલુ પ્રસાદ યાદવ જ્યારે રેલવે મંત્રી હતા ત્યારે IRCTC કૌભાંડ કેસ છે. તેમના પર બે રેલવે હોટલના ટેન્ડરમાં ગેરરીતિ થઈ, જેનાથી કંપનીઓને ફાયદો પહોંચાડ્યો હોવાનો આરોપ છે. CBIએ આ કેસમાં લાલુના પરિવાર અને સંબંધિત કંપનીઓ પર ભ્રષ્ટાચાર અને કાવતરાનો આરોપ લગાવ્યો છે.

vtv app promotion

વધુ વાંચો : 'હું આગામી ચૂંટણી નહીં લડું..', BJP ના દિગ્ગજ ધારાસભ્યની મોટી જાહેરાત

અગાઉ ચૂકાદો અનામત રાખ્યો હતો

આ કેસ રાંચી અને પુરીમાં બે IRCTC હોટલના ટેન્ડરમાં ગેરરીતિ થયાનો આરોપ છે. 24 સપ્ટેમ્બરના રોજ, ખાસ ન્યાયાધીશ વિશાલ ગોગણેએ પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની અને બિહારના પૂર્વ CM રાબડી દેવી, તેમના પુત્ર અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને અન્ય આરોપીઓને હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો. આ કેસમાં તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા પછી કોર્ટે 29 મેના રોજ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

કઈ કલમો હેઠળ આરોપો નક્કી કરાયા?

લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર સામે જે કલમો હેઠળ આરોપો ઘડવામાં આવ્યા હતા, તેમાં IPC 420, IPC 120B, અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13(2) અને 13(1)(d)નો સમાવેશ થાય છે. અહીં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13(2) અને 13(1)(d) એ ફક્ત લાલુ યાદવને જ લાગુ પડે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

land for jobs scam IRCTC scam lalu prasad Yadav
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ