બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'હું આગામી ચૂંટણી નહીં લડું..', BJP ના દિગ્ગજ ધારાસભ્યની મોટી જાહેરાત

રાજકારણ / 'હું આગામી ચૂંટણી નહીં લડું..', BJP ના દિગ્ગજ ધારાસભ્યની મોટી જાહેરાત

Jay Bhatt

Last Updated: 09:55 AM, 13 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભાજપના દિગ્ગજ ધારાસભ્યએ ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.

Political News: એક જ બેઠક પરથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા અને ભાજપના વરિષ્ઠ નેતાએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરતા જ રાજકારણમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

હવે ભાજપના ઉમેદવાર રહેશે નહીં

બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Election 2025) માટે ભાજપની ઉમેદવારોની પહેલી યાદી ટૂંક સમયમાં જાહેર થવાની છે. જોકે, આ યાદી જાહેર થાય તે પહેલા જ પટનાના કુમ્હરાર મતવિસ્તારના ભાજપ ધારાસભ્ય અરુણ સિંહાએ ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. એટલે હવે ધારાસભ્ય અરુણ કુમાર સિંહા કુમ્હરાર બેઠક પરથી ભાજપના ઉમેદવાર રહેશે નહીં.

સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ

પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, 'હું આગામી વિધાનસભા ચૂંટણી ઉમેદવાર તરીકે નહીં લડું, પરંતુ હું સંગઠન માટે કામ કરતો રહીશ. છેલ્લા 25 વર્ષોમાં તમે મને જે વિશ્વાસ અને સમર્થન આપ્યું છે તેના માટે હું હંમેશા આભારી છું"

vtv app promotion

ટૂંક સમયમાં જ ઉમેદવારના નામ જાહેર થવાની અપેક્ષા

નોંધનીય છે કે, NDA ગઠબંધનમાં બેઠકોની વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ NDA ઉમેદવારોના નામ જાહેર થવાની અપેક્ષા છે, ત્યારે ઉમેદવારોની યાદી જાહેર થાય તે પહેલાં જ અરુણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.

વધુ વાંચો : યુદ્ધવિરામ બાદ ફરી ગાઝામાં ગોળીબાર થયો, 27 લોકોના મોત

બિહારમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે

અગાઉ ચૂંટણી પંચ બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી હતી, જેમાં રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરના રોજ યોજાશે.બિહારમાં 6 અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં ચૂંટણી યોજાશે. મતગણતરી 14 નવેમ્બરે થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Politics news mla arun kumar Bihar election 2025
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ