બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / દિલ્હીના CM રેખા ગુપ્તા પર હુમલો કરનારો શ્વાન પ્રેમી નીકળ્યો, રાજકોટનો છે, માતાએ કહ્યું ચોંકાવનારુ
Last Updated: 11:57 AM, 20 August 2025
ભૂતકાળમાં દિલ્હીમાં જે ઘટના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ સાથે બનતી હતી તે ઘટના હવે ભાજપના સીએમ સાથે પણ બની છે. દિલ્હીના સીએમ રેખા ગુપ્તા હુમલા કેસમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. રેખા ગુપ્તા હુમલો કરનાર શખ્સ ગુજરાતના રાજકોટનો છે અને તેનું નામ રાજેશ ખિમજી સાકરીયા છે તેની ઉંમર 41 વર્ષની છે જોકે તે કોઈ પાર્ટી સાથે સંકળાયેલો નથી. રાજશે સાકરીયાની તસવીર પણ સામે આવી હતી. આ કેસમાં તેની માતાએ પણ ચોંકાવનારી વાત કરી છે. માતાના નિવેદન પરથી લાગે છે કે રાજશ શ્વાન પ્રેમી છે.
ADVERTISEMENT
VIDEO | Rajkot: Mother of the person, accused of attacking Delhi Chief Minister Rekha Gupta during ‘Jan Sunwai’ programme at her official residence in Delhi, reacts over the incident.#RekhaGupta
— Press Trust of India (@PTI_News) August 20, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/fKs1c2Skta
શું બોલ્યાં રાજેશ સાકરીયાની માતા?
ADVERTISEMENT
આ ઘટના પર રાજકોટમાં રહેતાં રાજેશ સાકરીયાના માતાએ પ્રતિક્રિયા આપી હતી. તેમની માતાએ કહ્યું કે રવિવારે ઘરેથી રાજેશ દિલ્હી જવાનું કહીને નીકળ્યો હતો, આ ઘટના બન્યાં બાદ અમને ખબર પડી. તેમણે કહ્યું કે રાજેશ કાંઈ કામ ધંધો કરતો નથી પણ રીક્ષા તેના પપ્પાએ લઈ આપી છે તે કોક દિવસ ચલાવે છે. તે શ્વાન પ્રેમી છે માટે અવારનવાર તે શ્વાન અને પશુઓની સાર સંભાળ રાખતો હોય છે. રાજેશ સાકરીયા પરિણીત છે અને તેને એક પુત્ર છે. આજીડેમ પોલીસ હાલે રાજેશ સાકરીયાના ઘરે પહોંચી
શું હતું હુમલાનું કારણ
ADVERTISEMENT
આ કેસમાં એવું સામે આવ્યું છે કે રાજેશ સાકરીયા દિલ્હીમાં રહે છે અને તે દિલ્હીની હાલની સ્થિતિને લઈને નાખુશ હતો. ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકરે જણાવ્યું હતું કે આરોપીના કોઈપણ રાજકીય પક્ષ સાથે સીધા જોડાણની પુષ્ટિ થઈ નથી પરંતુ હુમલા પહેલાના તેના નિવેદનો સૂચવે છે કે તે દિલ્હીમાં તેના પદથી અસંતુષ્ટ કોઈ પક્ષ સાથે સંકળાયેલો હોઈ શકે છે.
હુમલાખોરની તસવીર પણ સામે આવી
ADVERTISEMENT
હુમલા બાદ રાજકોટના શખ્સ રાજશે સાકરીયાની તસવીર પણ સામે આવી હતી. હાલમાં પોલીસે તેની પૂછપરછ ચાલી રહી છે.
ADVERTISEMENT
શું બોલ્યાં દિલ્હી ભાજપ પ્રમુખ
દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ જણાવ્યું હતું કે આરોપીઓએ મુખ્યમંત્રીનો હાથ પકડીને તેમને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ઝપાઝપી થઈ હતી, અને તેમનું માથું ટેબલના ખૂણા પર વાગ્યું હતું. સચદેવાએ પણ ખુલાસો કર્યો હતો કે પથ્થર કે થપ્પડ મારવાની વાતો ખોટી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : સ્પામાં જવાવાળા એલર્ટ! મસાજ વખતે જોરથી આ અંગ ખેંચતાં યુવાનનું દર્દનાક મોત, ચેતવા જેવું
સીએમ આવાસ બહાર શું બન્યું
સીએમ રેખા ગુપ્તા સિવિલ લાઇન્સ સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાને જાહેર સુનાવણી કરી રહ્યા હતા. તે દરમિયાન, અરજી લઈને આવેલા રાજેશ સાકરીયાએ તેમનો હાથ ખેંચીને થપ્પડ મારી હતી. સીએમ રેખા ગુપ્તા પર હુમલો થતાં જ અંધાધૂંધી મચી ગઈ. સુરક્ષા અધિકારીઓ ઉતાવળમાં દોડી આવ્યા. તેમણે હુમલાખોરને કસ્ટડીમાં લઈ લીધો છે. કસ્ટડીમાં લેવામાં આવે ત્યાં સુધીમાં હુમલાખોરે સીએમ રેખા ગુપ્તાને થપ્પડ મારી દીધી હતી. તેણે સીએમ સાથે ઝપાઝપી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.