બ્રેકિંગ ન્યુઝ
Indian Visa : કેન્દ્રની મોદી સરકારે વિઝા આપવા અંગે મોટો નિર્ણય લીધો છે. જેમાં એક જ દિવસમાં વિઝા આપવા માટે નિયમમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના નવા નિર્ણય મુજબ, હવે જો તમામ ડોક્યુમેન્ટ યોગ્ય રીતે સબમિટ કરવામાં આવ્યા હશે, તો એક દિવસમાં ભારતીય વિઝા મેળવી શકાશે.
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે બે નવા પોર્ટલ
કેન્દ્ર સરકારે આને લઈને બે નવા પોર્ટલ - ડિસ્ટ્રિક્ટ પોલીસ મોડ્યુલ (DPM) અને ફોરેનર આઇડેન્ટિફિકેશન પોર્ટલ (FIP)ની શરુઆત કરી છે. એટલે હવે ગેરકાયદે પ્રવાસી તેમજ વિઝાની મુદત પૂરી થયા પછી પણ રોકાઈ ગયેલા વિદેશીઓ પર નજર રાખી શકાય. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી બી. સંજય કુમારે આ અંગે જણાવ્યું હતું કે, 'ફોરેનર્સ ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં સરળ વિઝા પદ્ધતિ, ઇમિગ્રેશન ચેક પોસ્ટ્સના આધુનિકીકરણ તેમજ અન્ય કેટલીક સંબંધિત બાબતોની નીતિઓ પર ચર્ચા કરી હતી'.
ADVERTISEMENT

હવે સરેરાશ એક દિવસ ઓછો થઈ ગયો
ADVERTISEMENT
હવે મુખ્ય વિઝા શ્રેણીઓની સંખ્યા 26થી ઘટાડીને 22 અને પેટા શ્રેણીઓની સંખ્યા 104થી ઘટાડીને 69 કરવામાં આવી છે. આ ઉપરાંત સરળ પ્રક્રિયાના કારણે વિઝા આપવામાં લાગતો સરેરાશ સમય કેટલાક અઠવાડિયાથી ઘટીને એક દિવસથી ઓછો થઈ ગયો છે. ઇમિગ્રેશન ચેકપોઇન્ટના આધુનિકીકરણના ભાગ રૂપે, ઓટોમેટિક ટ્રાવેલ ડોક્યુમેન્ટ સ્કેનિંગ અને બાયોમેટ્રિક નોંધણી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. ICPની સંખ્યા 2014માં 82થી વધીને હાલમાં 114 થઈ ગઈ છે.
વધુ વાંચો : પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસે જ ફાયરિંગની ઘટના, એક બાળકી સહિત ત્રણના મોત
ADVERTISEMENT
ફાસ્ટ ટ્રેક ઈમિગ્રેશન ટ્રાવેલર પ્રોગ્રામ લાગુ
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફાસ્ટ-ટ્રેક ઇમિગ્રેશન સંબંધિત ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, કોચી અને અમદાવાદ એરપોર્ટ પર લાગુ કરવામાં આવી રહ્યો છે. અહીં, પ્રી-વેરિફાઇડ મુસાફરો ફક્ત એક મિનિટમાં ઇમિગ્રેશન ક્લિયરન્સ મેળવી શકે છે. આ સુવિધા ટૂંક સમયમાં કોઝિકોડ, લખનઉ, તિરુવનંતપુરમ, અમૃતસર, તિરુચિરાપલ્લી, નોઇડા અને નવી મુંબઈ એરપોર્ટ પર શરૂ કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.