ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જલ્દી કરો, રેલવેમાં ભરતી પડી છે, ધો. 10 પાસ ઉમેદવારો પણ સેટ થઇ જશે

તમારા કામનું / જલ્દી કરો, રેલવેમાં ભરતી પડી છે, ધો. 10 પાસ ઉમેદવારો પણ સેટ થઇ જશે

Published By: Priykant Shrimali

Last Updated: 11:55 AM, 23 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Railway Job : રેલ્વે દ્વારા મોટી ભરતીની જાહેરાત, કુલ 1,763 ખાલી જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જાણો તમામ વિગતો અહીં

ADVERTISEMENT

Railway Job : રેલવમાં કામ કરવા માંગતા ઉમેદવારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર મધ્ય રેલ્વે (North Central Railway) એ એપ્રેન્ટિસ પદ માટે મોટી ભરતીની જાહેરાત કરી છે. કુલ 1,763 ખાલી જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જો તમે 10મું ધોરણ અને ITI પાસ છો અને રેલવેમાં કારકિર્દી બનાવવા ઇચ્છો છો, તો આ એક શ્રેષ્ઠ તકોમાંની એક છે.

મહત્વપૂર્ણ તારીખો

  • અરજી કરવાની શરૂઆત: 18 સપ્ટેમ્બર, 2025
  • છેલ્લી તારીખ: 17 ઓક્ટોબર, 2025
  • સત્તાવાર વેબસાઇટ: rrcpryj.org

આ ભરતી પ્રયાગરાજ, ઝાંસી અને આગ્રા વિભાગો, ઝાંસી વર્કશોપ તેમજ ઉત્તર મધ્ય રેલ્વે ઝોન, પ્રયાગરાજ મુખ્યાલય માટે કરવામાં આવી રહી છે.

શૈક્ષણિક લાયકાત:

  • ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ન્યૂનતમ 50% ગુણ સાથે 10મું ધોરણ (SSC/મેટ્રિક્યુલેશન) પાસ કરેલું હોવું જોઈએ. તેમજ ઉમેદવાર પાસે NCVT અથવા SCVT માન્યતા ધરાવતું ITI પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.

ઉંમર મર્યાદા:

  • ન્યૂનતમ ઉંમર: 15 વર્ષ
  • મહત્તમ ઉંમર: 24 વર્ષ
  • ઉંમર ગણતરી 16 સપ્ટેમ્બર, 2025 મુજબ કરવામાં આવશે. છૂટછાટ સરકારના નિયમો મુજબ લાગૂ પડશે.

પસંદગી પ્રક્રિયા:

  • કોઈ લેખિત પરીક્ષા કે ઈન્ટરવ્યુ નહીં લેવાય.
  • મેટ્રિક અને ITIમાં મેળવેલા ગુણોની સરેરાશના આધારે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે.
  • દરેક વિભાગ, ટ્રેડ અને કેટેગરી માટે અલગ મેરિટ લિસ્ટ તૈયાર થશે.

અરજી ફી:

  • સામાન્ય ઉમેદવારો માટે: ₹100
  • SC/ST/Divyang/મહિલા/ટ્રાન્સજેન્ડર માટે: ફીમાંથી મુક્તિ

ફી ઓનલાઇન પદ્ધતિથી (ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા ઈન્ટરનેટ બેંકિંગ) ભરવાની રહેશે. ટ્રાન્ઝેક્શન ચાર્જ ઉમેદવારના જવાબદારીમાં આવશે.

આ પણ વાંચો : બેંક ઓફ બરોડામાં ભરતી પડી છે, જલ્દી કરજો, જાણો એપ્લાયની અંતિમ તારીખ

કેવી રીતે અરજી કરવી:

  • સત્તાવાર વેબસાઇટ rrcpryj.org પર જાઓ
  • “Apprentice Recruitment 2025” લિંક પર ક્લિક કરો
  • ઓનલાઈન ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો
  • ફી ભરો અને ફોર્મ સબમિટ કરો
  • રસીદ અને અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી સાચવીને રાખો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Railway Recruitment Apprentice Recruitment Indian Railways

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ