ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બેંક ઓફ બરોડામાં ભરતી પડી છે, જલ્દી કરજો, જાણો એપ્લાયની અંતિમ તારીખ

તમારા કામનું / બેંક ઓફ બરોડામાં ભરતી પડી છે, જલ્દી કરજો, જાણો એપ્લાયની અંતિમ તારીખ

Published By: Priykant Shrimali

Last Updated: 11:27 AM, 23 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bank of Baroda Recruitment : બેંક ઓફ બરોડાની આ ભરતીમાં કઈ રીતે થશે પસંદગી પ્રક્રિયા અને કેટલી છે ફી ? જાણો તમામ વિગતો એક જ ક્લિકે

ADVERTISEMENT

Bank of Baroda Recruitment : બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની તકો શોધી રહેલા યુવાનો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. બેંક ઓફ બરોડા (Bank of Baroda) એ વિવિધ મેનેજર પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. ઇચ્છુક અને પાત્ર ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ bankofbaroda.bank.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 9 ઓક્ટોબર, 2025 છે.

ઉપલબ્ધ જગ્યાઓનો વિગતવાર વિગત:

આ ભરતી અભિયાન હેઠળ વિવિધ વિભાગોમાં જગ્યાઓ માટે અરજી આમંત્રિત કરવામાં આવી છે. નીચે વિભાગવાર જગ્યાઓની વિગત આપવામાં આવી છે:

આ જગ્યાઓ માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

અરજી ફી:

જનરલ, EWS, OBC ઉમેદવારો માટે ₹850 (જીએસટી અને પેમેન્ટ ગેટવે ચાર્જ સહિત) અને SC, ST, PWD, મહિલા ₹175 ફી નક્કી કરાઇ છે. મહત્વનું છે કે, ફી માત્ર ઓનલાઈન મોડ દ્વારા જ ભરવી રહેશે. નોંધનિય છે કે, કોઈપણ પરિસ્થિતિમાં ફી પરત નહીં કરવામાં આવે.

હવે જાણીએ કઈ રીતે થશે પસંદગી પ્રક્રિયા ?

ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોની પસંદગી નીચેના તબક્કાઓના આધારે કરવામાં આવશે

  • ઑનલાઈન પરીક્ષા
  • કુલ પ્રશ્નો: 150
  • કુલ ગુણ: 225
  • સમયગાળો: 150 મિનિટ
  • નકારાત્મક ગુણાંકન: નહીં
  • સાઈકોમેટ્રિક ટેસ્ટ / અન્ય જરૂરી પરીક્ષણો

જૂથ ચર્ચા અને ઇન્ટરવ્યુ

નોંધ: ઓનલાઇન પરીક્ષાના ત્રણ વિભાગ માત્ર લાયકાત માટે હશે. તેમના ગુણ અંતિમ પરિણામમાં ગણતરીમાં લેવામાં આવશે.

આ પણ વાંચો : આ અઠવાડિયામાં બંધ થઇ જશે આ 5 નોકરીઓ, જોઇ લેજો લિસ્ટ, નહીંતર રહી જશો

કેવી રીતે અરજી કરવી?

  • બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ bankofbaroda.bank.in પર જાઓ.
  • Careers (કારકિર્દી) વિભાગમાં ક્લિક કરો.
  • “Current Opportunities (વર્તમાન તકો)” પર ક્લિક કરો.
  • તમારું મોબાઇલ નંબર અને ઇમેઇલ ID દ્વારા નોંધણી કરો.
  • લોગિન કરીને અરજી ફોર્મ ભરો.
  • શૈક્ષણિક લાયકાત અને વ્યક્તિગત માહિતી ભરો.
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી અપલોડ કરો.
  • અરજી ફી ભરો અને ફોર્મ સબમિટ કરો.
  • સબમિટ કરેલા ફોર્મનો પ્રિન્ટઆઉટ જરૂરથી સાચવો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bank of Baroda Application Bank of Baroda, Bank of Baroda Recruitment

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ