ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આ અઠવાડિયામાં બંધ થઇ જશે આ 5 નોકરીઓ, જોઇ લેજો લિસ્ટ, નહીંતર રહી જશો

સાપ્તાહિક ભરતી / આ અઠવાડિયામાં બંધ થઇ જશે આ 5 નોકરીઓ, જોઇ લેજો લિસ્ટ, નહીંતર રહી જશો

Published By: Nidhi Panchal

Last Updated: 10:34 AM, 23 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ અઠવાડિયું તમારી જીવનશૈલી બદલવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જો તમે સરકારી નોકરીનું સ્વપ્ન જોતા હો, તો આ સંજોગને ચૂકી ન જશો.

ADVERTISEMENT

સરકારી નોકરીનું સ્વપ્ન જોતા યુવાનો માટે આ અઠવાડિયું ખાસ છે, કારણ કે ઘણી મહત્વપૂર્ણ ભરતીની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), BSF, દિલ્હી હાઈકોર્ટ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને રાજસ્થાન વીજળી કંપનીમાં અનેક ખાલી જગ્યાઓ પર અરજી કરવાની તક મળી રહી છે. કુલ મળીને આ ભરતીમાં 10,000થી વધુ જગ્યા ખાલી છે.

jobs-goverment

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ભરતી

આ ભરતી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગમાં એક્સ-રે ટેક્નિશિયન વર્ગ-3 માટે છે. દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ 5 જગ્યા ખાલી છે. અરજી કરવાની અંતિમ તારીખ 24 સપ્ટેમ્બર 2025 છે.

BSF હેડ કોન્સ્ટેબલ ભરતી 2025

10મા અને 12મા ધોરણના ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ તક છે. હેડ કોન્સ્ટેબલ પદો માટે 1,128 જગ્યા ખાલી છે. ઉમેદવારો 18થી 25 વર્ષની વયમર્યાદામાં હોવી જોઈએ. અરજી કરવાની છેલ્લી તારીખ 23 સપ્ટેમ્બર 2025 છે.

jobs-2_Nja5WYM.width-800

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ભરતી 2025

AAI દ્વારા જુનિયર એક્ઝિક્યુટિવ માટે 976 ખાલી જગ્યાઓ પર અરજી ખોલી છે. કોઈ સ્પેશિયલ પરીક્ષાની જરૂર નથી, GATE સ્કોરના આધારે પસંદગી થશે. અરજી કરવાની અંતિમ તારીખ 27 સપ્ટેમ્બર 2025 છે.

app promo5

દિલ્હી હાઈકોર્ટ ભરતી 2025

10મા ધોરણ અને ITI ધરાવતા ઉમેદવારો 334 એટેન્ડન્ટ પદો માટે અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 24 સપ્ટેમ્બર 2025 છે. અરજી DSSSBની સત્તાવાર વેબસાઈટ dsssb.delhi.gov.in પર કરી શકાય છે.

રાજસ્થાન વીજળી કંપની (RVUNL) ભરતી 2025

RVUNL ટેકનિશિયન, લાઇનમેન, પાવર ઇલેક્ટ્રિશિયન અને એટેન્ડન્ટ પદો માટે 2,163 ખાલી જગ્યાઓ પર ભરતી કરી રહી છે. 10મા ધોરણ અથવા ITI લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરવા પાત્ર છે. વયમર્યાદા 18 થી 28 વર્ષ છે.

આ પણ વાંચો : GST લાગુ થયા બાદ પણ ઓછા ભાવ પર સામાન નથી મળતો? અહીં કરો ફરિયાદ

આ અઠવાડિયું સરકારી નોકરી મેળવવા માટે મહત્વપૂર્ણ છે. જે ઉમેદવારો હજુ અરજી કર્યા નથી, તેઓ તરત જ ઓનલાઈન અરજી કરી શકે અને તૈયારી શરૂ કરી શકે. સમય મર્યાદા ચૂકતા પહેલા જ પગલું ભરવું જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Goverment Jobs BSF Head Constable GSSSB recruitment

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ