બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / GST લાગુ થયા બાદ પણ ઓછા ભાવ પર સામાન નથી મળતો? અહીં કરો ફરિયાદ
Last Updated: 09:57 AM, 23 September 2025
દેશભરમાં 22 સપ્ટેમ્બરથી નવાં GST દર લાગુ થઈ ગયા છે. સરકારે અનેક વસ્તુઓ પર ટેક્સ ઘટાડ્યો છે જેથી સામાન્ય જનતાને સીધો ફાયદો મળે. સાથે જ કંપનીઓને પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જૂના સ્ટોક પર નવાં રેટના સ્ટિકર ચોંટાડવા ફરજિયાત છે, જેથી ગ્રાહકને સાચી કિંમતોની જાણ થાય.
ADVERTISEMENT
એક જ વસ્તુ પર જોઈ શકાશે બે MRP
નવાં GST દર લાગુ થતા બજારમાં એક જ વસ્તુ પર બે અલગ-અલગ ભાવ લખેલા જોવા મળી શકે છે. એક જૂનો અને બીજો નવો ભાવ. આવી સ્થિતિમાં તમારે માત્ર નવાં GST દર મુજબની સાચી કિંમત જ ચૂકવવી પડશે. એટલે ખરીદી કરતી વખતે ખાતરી કરો કે પ્રોડક્ટ પર નવી MRP લગાવેલી છે કે નહીં?
ADVERTISEMENT
ઘણા નાના દુકાનદારો જૂના ભાવ પર જ સામાન વેચી દે છે, જેના કારણે ગ્રાહકને ટેક્સ ઘટાડાનો લાભ મળતો નથી. આવી પરિસ્થિતિમાં ગ્રાહકે ચૂપ ન બેસવું જોઈએ પરંતુ સીધી ફરિયાદ કરવી જોઈએ. સરકાર દ્વારા ફરિયાદ કરવા માટે સરળ રીતો પણ આપવામાં આવી છે જેથી ગ્રાહકને તેમનો હક મળી રહે.
ક્યાં અને કેવી રીતે કરશો ફરિયાદ?
ADVERTISEMENT
જો કોઈ દુકાનદારે તમને ખોટા ભાવ પર સામાન વેચ્યો હોય અથવા GST ઘટ્યા બાદ પણ વધારે પૈસા લીધા હોય, તો તેની ફરિયાદ સરળતાથી કરી શકાય છે અને તે પણ એકદમ ફ્રીમાં.
ADVERTISEMENT
આ તમામ માધ્યમોથી કરાયેલી ફરિયાદો સીધી સરકાર સુધી પહોંચે છે અને તેને ગંભીરતાથી લેવામાં આવે છે.
ADVERTISEMENT
પ્રોડક્ટની સાચી કિંમત કેવી રીતે જાણવી?
ADVERTISEMENT
ઘણી વાર એવું થાય છે કે GST ઘટ્યા બાદ પણ દુકાનદાર જૂની જ કિંમત વસૂલે છે. આવી પરિસ્થિતિમાં ગ્રાહકને સમજાતું નથી કે સાચી કિંમત કેટલી હોવી જોઈએ? આ મુશ્કેલી દૂર કરવા માટે સરકારે એક ખાસ વેબસાઇટ savingwithgst.in શરૂ કરી છે. અહીં તમે કોઈપણ પ્રોડક્ટનું નામ નાખીને જાણી શકો છો કે GST ઘટ્યા પછી તેની સાચી કિંમત કેટલી થવી જોઈએ.
વધુ વાંચો : ઓનલાઈન સેલમાં સસ્તી ઓફર્સની લાલચ જોજો મોંઘી ન પડે! લોકો સાથે આ રીતે થાય છે ફ્રોડ
સરકારનું સ્પષ્ટ કહેવું છે કે GSTના દરમાં થયેલા ઘટાડોનો દરેક લાભ સીધો ગ્રાહકોને આપવો ફરજિયાત છે.જો તમારી સાથે પણ આ બાબતે કોઈ અન્યાય થાય છે તો તમે પણ ગ્રાહક તરીકે ફરિયાદ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.