બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / બગીચામાં મોર્નિંગ વોક કરી રહેલી મહિલા સામે અશ્લીલ કૃત્ય કરતાં પહેલાં શખ્સે કર્યું હેરાનીભર્યું, છક થઈ જશો
Last Updated: 09:05 AM, 4 November 2025
કર્ણાટકના બેંગ્લુરુમાં જાહેરમાં અશ્લીલતાની એક મોટી ઘટના સામે આવી છે. પોતાના ડોગીને લઈને પાર્કમાં ફરી રહેલી એક મહિલા સામે એક શખ્સે હસ્તમૈથૂન કર્યું હતું.
ADVERTISEMENT
મહિલાનો પીછો પણ કર્યો
આ ઘટના શનિવારે સવારે 11 વાગ્યાની આસપાસ ઇન્દિરાનગર વિસ્તારમાં બની હતી. આરોપીએ 33 વર્ષીય મહિલાનો પીછો પણ કર્યો હતો. આ ઘટનાથી ભારે શરમજનક હાલતમાં મૂકાયેલી મહિલા તાત્કાલિક ઘેર દોડી ગઈ હતી.
ADVERTISEMENT
મેડમ એવી બૂમ પાડી, પાછળ જોયું કે તરત શરુ કર્યું હસ્તમૈથૂન
પીડિત મહિલાએ આ સંદર્ભમાં પોલીસમાં ફરીયાદ લખાવી છે જેમાં તેણે જણાવ્યું કે હું જ્યારે પાર્કમાં ફરતી હતી ત્યારે આરોપીએ પાછળથી 'મેડમ' એવી બૂમ પાડી, અને જ્યારે હું પાછળ ફરી ત્યારે તેણે મારી સામે જોઈને હસ્તમૈથુન કરવાનું શરૂ કર્યું. આ પછી હું તરત ઘેર જતી રહી. થોડા સમય પછી, તેણીએ તેની બહેનને ઘટના વિશે કહ્યું, જેણે પછી તેના મિત્રને જાણ કરી. ત્યારબાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી.
ADVERTISEMENT
જાહેરમાં અશ્લીલતાનો કેસ
ADVERTISEMENT
ઇન્દિરાનગર પોલીસે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 75 હેઠળ જાહેરમાં અશ્લીલતા અને જાતીય સતામણી માટે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને આરોપીને ઓળખવા અને પકડવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, તેના વિશે વધુ કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. દરમિયાન, સોશિયલ મીડિયા પર લોકોએ આ ઘટના પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.