બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / Narendra Modi Youtube Channel became the first political leaders channel with 2 crore subscribers

લોકપ્રિયતા / PM મોદીના નામે નવો રેકોર્ડ: YouTube પર આટલા કરોડ સબસ્ક્રાઈબર સાથે વિશ્વના અવલ્લ નેતા, રાહુલ ગાંધી કેટલે?

Published By: Vaidehi

Last Updated: 06:49 PM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'નરેન્દ્ર મોદી' YouTube ચેનલ વ્યૂઝ અને સબસ્ક્રાઈબર્સનાં મામલામાં ભારત અને દુનિયાનાં મોટા-મોટા નેતાઓની યૂટ્યૂબ ચેનલને પાછળ છોડીને પહેલા સ્થાન પર આવી છે. આ સાથે જ PM મોદીનાં નામે નવો રેકોર્ડ બની ગયો છે.

  • નરેન્દ્ર મોદી યૂટ્યૂબ ચેનલની દુનિયામાં સૌથી વધુ લોકપ્રિયતા
  • નેતાઓની શ્રેણીમાં સૌથી વધારે સબસ્ક્રાઈબર્સ ધરાવતી ચેનલ બની
  • ભારત અને દુનિયાનાં મોટા-મોટા નેતાઓની ચેનલ રહી ગઈ પાછળ

નરેન્દ્ર મોદી યૂટ્યૂબ ચેનલે, વ્યૂઝ અને સબસ્ક્રાઈબર્સનાં મામલામાં ભારત અને દુનિયાનાં નામચીન નેતાઓનાં યૂટ્યૂબ ચેનલને પાછળ મૂક્યું છે. PM મોદીની યૂટ્યૂબ ચેનલનાં 2 કરોડથી વધારે સબસ્ક્રાઈબર્સ થયાં છે.  આજ સુધી દુનિયાનાં કોઈપણ અન્ય નેતાની યૂટ્યૂબ ચેનલનાં આટલા વધારે સબસ્ક્રાઈબર્સ નથી થયાં. PM મોદીની ચેનલ પરથી અપલોડ થતાં વીડિયોને લોકોનો ઘણો સારો પ્રતિભાવ મળતો હોય છે. વીડિયોમાં મોટાભાગે મિલિયનમાં વ્યૂઝ જોવા મળે છે.

પ્રથમ નંબર પર PM મોદીની ચેનલ
PM મોદીની યૂટ્યૂબ ચેનલ પર 2 કરોડથી વધારે સબસ્ક્રાઈબર્સ થયાં છે. આ સાથે જ તેઓ દુનિયાનાં પ્રથમ એવા નેતા બન્યાં છે કે જેમની યૂટ્યૂબ ચેનલ પર આટલી મોટી ફેનફોલોઈંગ હોય. PM મોદી બાદ જે નેતાનાં સૌથી વધારે સબસ્ક્રાઈબર્સ છે તેઓ બ્રાઝિલનાં પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સનોરા છે. તેમની ચેનલ પર 64 લાખથી વધારે સબસ્ક્રાઈબર્સ છે. આ સિવાય ડિસેમ્બર 2023નાં આંકડાઓ અનુસાર 22.4 કરોડ વ્યૂઝની સાથે નરેન્દ્ર મોદી યૂટ્યૂબ ચેનલ પર યૂક્રેની રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેંસ્કીની ચેનલની સરખામણીએ 43 ગણાં વધારે વ્યૂઝ છે. જેલેંસ્કી PM મોદી બાદ પોતાની યૂટ્યૂબ ચેનલ પર સૌથી વધારે વ્યૂઝ મેળવનારા દ્વિતીય વૈશ્વિક નેતા છે.

ભારતમાં દ્વિતીય નંબર પર રાહુલ ગાંધી
રાહુલ ગાંધીની યૂટ્યૂબ ચેનલે 2023માં 22.5 લાખ નવા સબસ્ક્રાઈબર્સ મેળવ્યાં હતાં જ્યારે નરેન્દ્ર મોદી ચેનલમાં 2023માં 63 લાખ નવા સબસ્ક્રાઈબર્સ જોડાયા હતાં. 2023માં ભારતમાં સૌથી વધારે નવા સબસ્ક્રાઈબર્સ મેળવનારા નેતાઓ અને પોલિટિકલ પાર્ટીની ચેનલમાં પ્રથમ ક્રમ પર PM મોદી છે અને દ્વિતીય સ્થાન પર રાહુલ ગાંધી જ્યારે તૃતિય નંબર પર કોંગ્રેસ પાર્ટીની ચેનલ છે.

સંકળાયેલા મુદ્દાઓ

PM modi PM નરેન્દ્ર મોદી Youtube Channel યૂટ્યૂબ ચેનલ Narendra Modi Youtube Channel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ