ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / nana patekar on farmers protest extends support said its time to choose your government
Last Updated: 02:28 PM, 5 March 2024
ADVERTISEMENT
ભારતમાં કિસાન આંદોલન ચાલી રહ્યું છે, જેમાં બોલિવુડ એક્ટર નાના પાટેકરની પણ એન્ટ્રી થઈ ગઈ છે. નાના પાટેકરે મહત્ત્વપૂર્ણ નિવેદન આપીને ખેડૂતોને સપોર્ટ કર્યો છે. નાના પાટેકરે ખેડૂતોને કહ્યું છે કે, સરકાર પાસે કંઈ માંગશો નહીં, પણ દેશમાં કોની સરકાર લાવવી છે, તે નક્કી કરો. આ સાથે નાના પાટેકરે રાજકારણમાં આવવા અંગે પણ મૌન તોડ્યું છે.
ADVERTISEMENT
‘હું રાજકારણમાં ના આવી શકું’
નાના પાટેકરે ખેડૂતોનો પક્ષ લેતા જણાવ્યું થે કે, ‘દેશમાં પહેલા 80-90 ટકા ખેડૂતો હતા, હવે માત્ર 50 ટકા ખેડૂત છે. સરકાર પાસે હવે કંઈ માંગશો નહીં, સરકાર કોની લાવવી છે તે નક્કી કરો. હું રાજકારણમાં ના આવી શકું, કારણ કે, જે મારા મનમાં છે, તે જ મારા મોઢા પર આવશે. તેઓ મને પાર્ટીમાંથી કાઢી નાખશે. પાર્ટી બદલતા બદલતા એક મહિનામાં બધી જ પાર્ટી ખતમ થઈ જશે. અહીંયા આપણે ખેડૂતભાઈઓ સાથે આપણાં મનની વાત કરી શકીએ છીએ. જે લોકો આપણું દરરોજ પેટ ભરે છે, તેમની કોઈને પડી જ નથી.’
‘ખેડૂત તરીકે જન્મ લઈશ’
ખેડૂતો સાથેની વાતચીતમાં નાના પાટેકરે જણાવ્યું કે, ‘જો હું આપઘાત કરું તો પણ ખેડૂત તરીકે જ જન્મ લઈશ. ખેડૂત ક્યારેય પણ એવું નહીં કહે કે, હું ખેડૂત તરીકે જન્મ લેવા નથી માંગતો. અમે જાનવરોની ભાષા સમજીએ છીએ, શું તમને ખેડૂતોની ભાષા બોલતા નથી આવડતી?’
ADVERTISEMENT
વધુ વાંચો: Bastar The Naxal Storyનું દમદાર ટ્રેલર રિલીઝ, નક્સલીઓની ક્રૂરતા જોઇ હચમચી જશો
ખેડૂતોને નાના પાટેકરનું સમર્થન
નાના પાટેકર હંમેશા ખેડૂતોને સમર્થન કરે છે. નાના પાટેકરે પહેલા ખેડૂતોના આપઘાત અંગે દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે એક સંસ્થા બનાવી હતી, જે ખેડૂતોના હિતમાં કામ કરે છે. તેમણે ખેડૂતોને આપઘાત ના કરવા માટે કહ્યું હતું. નાના પાટેકરે આપઘાત કરનાર ખેડૂતોની વિધવા પત્નીને 15-15 હજાર રૂપિયાની મદદ પણ કરી હતી. નાના પાટેકર છેલ્લે ફિલ્મ ‘ધ વેક્સીન વોર’માં જોવા મળ્યા હતા. વિવેક અગ્નિહોત્રીના ડાયરેક્શનમાં બનેલ આ ફિલ્મમાં પલ્લવી જોશી, રાયમા સેન અને અનુપમ ખેર મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા. નાના પાટેકર ટૂંક સમયમાં ફિલ્મ ‘લાલબત્તી’થી OTT ડેબ્યૂ કરશે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ