ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / adah sharma and shilpa shukla starrer bastar the naxal story trailer out directed by sudipto sen

મનોરંજન / Bastar The Naxal Storyનું દમદાર ટ્રેલર રિલીઝ, નક્સલીઓની ક્રૂરતા જોઇ હચમચી જશો

Published By: Vikram Mehta

Last Updated: 01:03 PM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્ટ્રેસ અદા શર્મા તેમની આગામી ફિલ્મ ‘બસ્તર ધ નક્સલ સ્ટોરી’માં જોવા મળશે. દર્શકો આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. મેકર્સે આજે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. ટ્રેલરમાં અદા શર્મા નક્સલીઓ સામે જંગ લડી રહી છે.

ADVERTISEMENT

એક્ટ્રેસ અદા શર્માની ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ ખૂબ જ હિટ થઈ હતી. ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ની સફળતા પછી નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ,  ડાયરેક્ટર સુદીપ્તો સેન અને એક્ટ્રેસ અદા શર્મા તેમની આગામી ફિલ્મ ‘બસ્તર ધ નક્સલ સ્ટોરી’ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં નક્સલવાદ વિરુદ્ધ મેદાન એ જંગ જોવા મળશે. દર્શકો આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. મેકર્સે આજે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. ટ્રેલરમાં અદા શર્મા નક્સલીઓ સામે જંગ લડી રહી છે. 

નક્સલીઓની ક્રૂરતા
અદા શર્મા ફિલ્મ ‘બસ્તર ધ નક્સલ સ્ટોરી’ IPS નીરજા માધવનનું પાત્ર ભજવતી જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર જોઈને તમારા રૂવાડા ઊભા તઈ જશે. આ ફિલ્મમાં આતંકવાદ વિરુદ્ધની લડાઈ જોવા મળી રહી છે. ટ્રેલરમાં 76 શહીદ CRPF જવાન કેવી રીતે શહીદ થયા અને તેમના બદલાની કહાની દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં નક્સલીઓની ક્રૂરતા જોઈને તમારા રૂવાડા ઊભા થઈ જશે. ટ્રેલરમાં એક મહિલા અદા શર્માને જણાવે છે કે, તેણે તેના પતિ અને બાળકને ગુમાવી દીધા છે. દરેક ઘરમાંથી એક બાળક નક્સલીઓને આપવું પડે છે. 

દેશભક્તિ
આ ટ્રેલરમાં નક્સલીઓનો આંતક બતાવવામાં આવ્યો છે. તેમના વિરુદ્ધ કોઈ ઊભું થાય તો તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. ટ્રેલરમાં તમામ વ્યક્તિ IPS નીરજા વિરુદ્ધ ઊભી રહે છે, ત્યારપછી તે નક્સલીઓ વિરુદ્ધ જંગનું એલાન કરે છે. દિલ્હી સરકારને સબક શીખવાડવા માટે નક્સલીઓ IPS નીરજા માધવનને જવાબ આપવાની તૈયારી કરે છે. ત્યારપછી ખતરનાક જંગ શરૂ થાય છે. ટ્રેલરમાં અદા શર્માની શાનદાર એક્ટીંગ જોવા મળી રહી છે, જેમાં તે દેશભક્તિના જઝ્બા સાથે જોવા મળે છે. 

વધુ વાંચો: માર્ચમાં OTT પર ધમાલ મચાવશે આ 6 દમદાર ફિલ્મો-વેબ સિરીઝ, નોટ કરી લો આ તારીખ

ક્યારે રિલીઝ થશે ફિલ્મ
સુદીપ્તો સેનના નિર્દેશનમાં બનેલ ફિલ્મ ‘બસ્તર ધ નક્સલ સ્ટોરી’માં અદા શર્માની સાથે સાથે ઈંદિરા તિવીરી પણ ખાસ અંદાજમાં જોવા મળશે. સનશાઈન પિક્ચર્સ હેઠળ બનેલ ફિલ્મ ‘બસ્તર ધ નક્સલ સ્ટોરી’ 15 માર્ચના રોજ બોક્સઓફિસ પર રિલીઝ થશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

Adah Sharma Bastar The Naxal Story adah Sharma movie bastar the naxal story trailer sudipto sen અદા શર્મા અદા શર્મા મૂવી બસ્તર ધ નક્સલ સ્ટોરી સુદીપ્તો સેન entertainment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ