બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / murder mubarak netflix india film teaser is out, pankaj tripathi and karishma kapoor's outstanding acting

Murder Mubarak Teaser / જે હત્યા કરે છે તે કેવા દેખાય છે? 7 લોકો પર શંકા, મર્ડર મુબારકનું સસ્પેન્સવાળું ટ્રેલર રીલીઝ

Published By: Vaidehi

Last Updated: 04:52 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Murder Mubarak Teaser: પંકજ ત્રિપાઠી, કરિશ્મા કપૂર અને સારા અલી ખાન સહિત અનેક ધમાકેદાર સ્ટાર્સવાળી ફિલ્મ 'મર્ડર મુબારક' નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ સાથે જ તેમણે ફિલ્મ રિલીઝની તારીખ પણ જાહેર કરી દીધી છે.

  • મર્ડર મુબારકનું ટીઝર નેટફ્લિક્સ ઈન્ડિયાએ રિલીઝ કર્યું
  • પંકજ ત્રિપાઠી, કરિશ્મા કપૂરની સ્ટારર ફિલ્મ
  • મર્ડર મિસ્ટરી અને હોરર સંબંધિત રસપ્રદ સ્ટોરી

કરિશ્મા કપૂર ફરી એકવાર પોતાની એક્ટિંગ સ્કીલ્સને લઈને OTT પ્લેટફોર્મ પર આવી રહી છે. આજે નેટફ્લિક્સ ઈન્ડિયાએ ટીઝરની સાથે-સાથે મર્ડર મુબારકની ડેટ એનાઉંસ કરી દીધી છે. સારા અલી ખાન, કરિશ્મા કપૂર, પંકજ ત્રિપાઠી, સંજય કપૂર, ટિસ્કા ચોપડા, વિજય વર્મા અને સુહૈલ નૈય્યર સ્ટારર આ ફિલ્મનું ડાયરેક્શન હોમી અદજાનિયાએ કર્યું છે. જુઓ મર્ડર મુબારક ફિલ્મનું ટીઝર:

શું છે સ્ટોરી?
મર્ડર મુબારકનું આજે ટીઝર રિલીઝ થયું છે. ટીઝરમાં જોઈ શકાય છે કે પંકજ ત્રિપાઠી પોલીસ ડિટેક્ટિવનાં રોલમાં છે જે એક મર્ડરની તપાસ કરી રહ્યાં છે. તેમની નજર 7 શંકાસ્પદ લોકો પર છે- સારા અલી ખાન જે દિલ્હીની રાજુકમારી છે, વિજય વર્મા જે ચાંદની ચૌકનો એક ડેડલી લવર છે, કરિશ્મા કપૂર જે સસ્પેંસ ફિલ્મોની ડ્રીમ ગર્લ છે જ્યારે ડિંપલ કપાડિયા, સંજય કપૂર અને ટિસ્કા ચોપડા પોતાના અલગ અંદાજમાં છે.

ટીઝરમાં પંકજ ત્રિપાઠી કહે છે કે," જે મર્ડર કરે છે તે કેવા દેખાય છે? જેમ સાઉથ દિલ્હીની શેહઝાદી, કે ચાંદની ચૌકનો આશિક, સસ્પેંસ ફિલ્મોની જૂની ડ્રીમ ગર્લ કે કોઈ રંગીલી આર્ટિસ્ટ જેના રગ-રગમાં શાહી લોહી ભરેલું છે.."

ક્યારે રિલીઝ થશે ફિલ્મ?
મર્ડર મુબારકે આ ટીઝરની સાથે-સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ એનાઉંસ કરી દીધી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ ઈન્ડિયા પર 15 માર્ચનાં રોજ રિલીઝ થશે. આ એક હોરર કોમેડી અને થ્રિલર ફિલ્મ છે. તેનું ડાયરેક્શન હોમી અદજાનિયાએ કર્યું છે અને દિનેશ વિઝાન પ્રોડ્યૂસર છે. આ ફિલ્મ પહેલાં હોમી અદઝાનિયાએ સાંસ, બહૂ ઔર ફ્લેમિંગો ફિલ્મનું ડાયરેક્શન કર્યું હતું. જેને લોકોએ ઘણી પસંદ કરી હતી. આ સિવાય તેમણે કોકટેલ અને ફાઈંડિંગ ફૈની જેવી ફિલ્મોનું પણ ડાયરેક્શન કર્યું છે.

વધુ વાંચો: જ્ઞાનવાપી બાદ હિન્દુપક્ષની વધુ એક મોટી કાયદાકીય જીત, કોર્ટ કહ્યું મજાર નહીં લાક્ષાગૃહ છે, 53 વર્ષ બાદ આવ્યો ચુકાદો

ફિલ્મની પહેલી ઝલકે દર્શકોમાં એક્સાઈટમેંટ વધારી દીધી છે. લોકો આ ટીઝરને ખૂબ પસંદ કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે કારણકે ઘણાં બધાં લોકોએ સોશિયલ મીડિયા પર આ ટીઝર અંગે ચર્ચા શરૂ કરી દીધી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Karishma Kapoor Murder Mubarak Teaser Pankaj Tripathi કરિષ્મા કપૂર પંકજ ત્રિપાઠી મર્ડર મુબારક Murder Mubarak Teaser

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ