બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

VTV / ભારત / Mumbai Woman Flags "Brothel" Comment On Her Video, Cops Respond

મુંબઈ / ડાન્સ વીડિયો પર બબાલ, 'કોઠાવાળી જેવો ડાન્સ છે' કોમેન્ટથી ભડકી છોકરી, મુંબઈ પોલીસ એક્શનમાં

Hiralal

Last Updated: 03:39 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છોકરીના ડાન્સને કોઠાવાળી જેવો ડાન્સ કહેવાનું મુંબઈના યુવાનને ભારે પડ્યું છે અને પોલીસે હવે તેની સામે એક્શન લેવાની તૈયારી કરી છે.

સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરવી એક યુવાનને ભારે પડી છે. મુંબઈ પોલીસે છોકરીના ડાન્સ પર યુવાનની કોમેન્ટની ગંભીર નોંધ લઈને તેની સામે એક્શન લેવાની વિચારણા કરી છે. પ્રતીક નામના એક યૂઝરે  શ્રુતિ પરીજા નામની છોકરીના ડાન્સ પર કોમેન્ટ કરતાં તેને કોઠાવાળી જેવો ડાન્સ ગણાવ્યો હતો. આ પછી શ્રુતિએ મુંબઈ પોલીસમાં ફરીયાદ કરી હતી. તેણે યુવતીની પરવાનગી વિના તેનો વીડિયો શેર કર્યો હતો. સાથે જ એક લાંબુ વાઇડ કેપ્શન પણ લખ્યું હતું. આ કેપ્શનમાં જ તેણે 'કોઠા' શબ્દનો પણ ઉપયોગ કર્યો હતો. અનેક વિનંતીઓ કરવા છતાં, તેણે વીડિયો ડિલીટ કર્યો ન હતો. પ્રતીક આર્યન નામના યુઝરની પોસ્ટ પર શ્રુતિ પારીજા નામની યુવતીએ કમેન્ટ કરી હતી.

શું લખ્યું હતું પ્રતિકે 
પ્રતીકે કેપ્શનમાં લખ્યું છે કે ભારતીય શાળા-કોલેજો સાંસ્કૃતિક કાર્યક્રમો માટે જાણીતી હતી પરંતુ હવે આઇટમ સોંગ પર ડાન્સ થઇ રહ્યા છે. આ હવે 'કોઠા' બની ગયા છે. તેમણે કહ્યું કે સાંસ્કૃતિક વ્યવસ્થા ખતરામાં છે. ભારતની આ પેઢી અને કોલેજો માટે આ કેટલું પતન છે.

શ્રુતિએ પ્રતિકને વીડિયો ઉતારી લેવાનું કહ્યું 
આ કેપ્શનની સાથે તેણે શ્રુતિનો વીડિયો પણ શેર કર્યો છે. બે દિવસ બાદ આ વીડિયો વાયરલ થયો હતો. તેને 25 લાખથી વધુ વ્યૂઝ મળ્યા હતા. શ્રુતિએ પોસ્ટ પર કમેન્ટ કરતા લખ્યું કે, 'હાય, વીડિયોમાં દેખાતી છોકરી હું છું અને મેં તમને તેને ફરીથી પોસ્ટ કરવાની મંજૂરી આપી નથી. મહેરબાની કરીને તેને દૂર કરો.
શ્રુતિના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. શ્રુતિએ કહ્યું કે તેને તે કોલેજ સાથે કોઈ લેવાદેવા નથી. તે જે શહેરમાં છે ત્યાં પણ રહેતી નથી. તે માત્ર કોરિયોગ્રાફર છે. તે જજ તરીકે શાળાના ઉત્સવમાં ગઈ હતી. બધાએ એને ડાન્સ કરવાની રિક્વેસ્ટ કરી એટલે એણે ડાન્સર અને કોરિયોગ્રાફર તરીકે ડાન્સ કર્યો. તેના જવાબમાં પ્રતીકે કહ્યું હતું કે, તેણે માત્ર પોતાના વિચારો જ વ્યક્ત કર્યા છે અને તે આ વીડિયોને હટાવશે નહીં. તેણે કહ્યું, 'પ્રતીક આર્યનને મારી પોસ્ટ પરથી મારો વીડિયો હટાવવા માટે અનેક વિનંતીઓ કર્યા પછી પણ, જ્યાં તે સ્ટેજની તુલના કરી રહ્યો છે, જેના પર હું કોઠા પર ડાન્સ કરી હતી. તે મને બદનામ કરી રહ્યો છે અને મારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ રહ્યું છે, તેણે વીડિયો હટાવવાની ના પાડી દીધી છે અને મને ધમકાવી રહ્યો છે.

વધુ વાંચો : રોહિત શર્માએ પિચને લઈને ઈંગ્લેન્ડને આપી ચેલેન્જ... આ બે ખેલાડીઓના ખૂબ કર્યા વખાણ

મુંબઈ પોલીસે શ્રુતિને ડિટેલ્સ આપવાનું કહ્યું 
મુંબઇ પોલીસે શ્રુતિને તેની વિગતો સંદેશ આપવા કહ્યું. બાદમાં શ્રુતિએ કહ્યું હતું કે, કોપી રાઈટ્સના કારણે આ વીડિયોને હટાવી દેવામાં આવ્યો હતો, પ્રતીકે તેને ડિલીટ નથી કર્યો.   

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ