ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં મકાન પરથી નીચે પટકાયા માતા-પુત્રી, બંનેનો ચમત્કારિક બચાવ, ખૌફનાક સીસીટીવી
Last Updated: 04:41 PM, 21 February 2026
ADVERTISEMENT
સુરતના લિંબાયત વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સંબંધીઓના ઘરે આવેલ માતા અને પુત્રી મકાનના પહેલા માળેથી અચાનક નીચે પટકાયા હતા. સમગ્ર ઘટના નજીક લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
માહિતી મુજબ માતા-પુત્રી કોઈ કામસર સંબંધીઓના ઘરે આવ્યા હતા. અચાનક ધડામના અવાજ સાથે બંને નીચે પડી જતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટનાના CCTV ફૂટેજમાં બંને પહેલા માળેથી નીચે પડતા દેખાઈ રહ્યા છે. સદનસીબે ગંભીર ઈજા થવા છતાં બંનેનો ચમત્કારિક બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.
લિબાયતના જે વિસ્તારમાં આ ઘટના બની, ત્યાં 'ધન દાઈ માતા પ્રસન્ન' નામનું એક નવું મકાન બની રહ્યું છે. આ નવનિર્મિત મકાન કેવું બન્યું છે તે જોવાના ઉત્સાહમાં માતા અને તેની નાની પુત્રી પહેલા માળે ગયા હતા. મકાન હજુ નિર્માણાધીન હોવાથી બાલ્કનીમાં રેલિંગ કે અન્ય કોઈ સુરક્ષાની આડશ મૂકવામાં આવી નહોતી, જે આ અકસ્માતનું કારણ બની હતી.
ADVERTISEMENT
સ્થાનિક લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી બંનેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. હાલ બંનેની સ્થિતિ સ્થિર હોવાનું સૂત્રો જણાવે છે. ઘટનાના ચોક્કસ કારણ અંગે સ્પષ્ટતા થઈ નથી. અકસ્માત હતો કે અન્ય કોઈ કારણસર બંને નીચે પટકાયા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે કરી હવામાન પલટાની આગાહી
ADVERTISEMENT
આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે અને લોકોમાં ચિંતા વ્યાપી છે. પોલીસ દ્વારા CCTV ફૂટેજ અને સ્થળની તપાસના આધારે સમગ્ર મામલો સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ