ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે કરી હવામાન પલટાની આગાહી

અંબાલાલની આગાહી / રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે કરી હવામાન પલટાની આગાહી

Published By: Priykant Shrimali

Last Updated: 01:43 PM, 21 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambalal Patel Forecast : રાજ્યના ખેડૂતો માટે ચેતવણી: આગામી દિવસોમાં હવામાનમાં ફેરફારની શક્યતા, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકમાં

ADVERTISEMENT

Ambalal Patel Forecast : રાજ્યના ખેડૂતો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના હવામાન અંગે નવી આગાહી જાહેર કરવામાં આવી છે. તેમના અનુમાન મુજબ આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે. ખાસ કરીને ખેડૂતો માટે આ સમય સાવચેતી રાખવાનો છે.

અંબાલાલની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?

રાજ્યમાં થોડા દિવસો સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. સાથે સાથે પવનની ગતિમાં વધારો થશે. 22 ફેબ્રુઆરી આસપાસ હળવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા દર્શાવવામાં આવી છે, જેના કારણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાઈ શકે છે. સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જેવા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ શકે છે. કચ્છ વિસ્તારમાં પણ આ બદલાવની અસર જોવા મળી શકે છે. પવનનું જોર બે દિવસ સુધી યથાવત રહેવાની શક્યતા છે.

તો શું તાપમાનમાં આવશે ફેરફાર ?

હવામાન બદલાતા લઘુત્તમ તાપમાનમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે. જોકે,ફેબ્રુઆરીના અંત ભાગથી ફરી ગરમીમાં વધારો થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં તાપમાન આશરે 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ ગરમીનું પ્રમાણ વધશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી આસપાસ રહી શકે છે.

આ પણ વાંચો : 'ભવનાથમાં પોલિટિક્સ' કીર્તિ પટેલે બીજો વીડિયો વાયરલ કરી ઈન્દ્રભારતી બાપુ પર લગાવ્યા આરોપ

માર્ચ મહિનામાં કેવું રહેશે વાતાવરણ ?

27 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન વધુ એક પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેની અસર રાજ્યના વિવિધ વિસ્તારોમાં અનુભવાઈ શકે છે. 15 માર્ચ બાદ પણ હવામાનમાં ફરી એકવાર બદલાવ જોવા મળી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Western Disturbance Ambalal Patel Forecast Gujarat Weather Forecast

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ