બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / 'હોસ્પિટલના મેડિકલમાંથી દવા લેવી ફરજીયાત નથી', સરકારના આદેશનું સુરસુરિયું, VTVનું રિયાલિટી ચેક
Last Updated: 09:59 PM, 15 December 2024
અમદાવાદ રાજકોટ સુરત કે રાજ્યના તમામ મેટ્રો શહેરો અને જીલ્લામાં મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પીટલો ચાલી રહી છે જેમાં દર્દીઓ જે હોસ્પીટલમાં સારવાર કરાવે ત્યાં જ હોસ્પિટલની પોતાની મેડિકલ સ્ટોર હોય છે.. અને દર્દીઓને ત્યાંથી જ દવા લેવામાં કહેવાનું આવતું હતું જેને કારણે દર્દીઓ બીજી જગ્યાએથી સસ્તી અથવા તો ડિસ્કાઉન્ટમાં દવા ખરીદી શકતા નથી.. જેને લઇને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે કે દરેક હોસ્પિટલે તેની મેડિકલ સ્ટોર પાસે એવુ બોર્ડ મારવું પડશે કે 'આ હોસ્પીટલના દર્દીઓ માટે અહીંથીજ દવા ખરીદવી ફરજીયાત નથી' પરંતુ આ પરિપત્રનું પાલન ખુબજ ઓછી હોસ્પિટલો કરી રહી છે.
ADVERTISEMENT
જ્યારે વીટીવીની ટીમ અમદાવાદ શહેરના ચાંદખેડા, સાબરમતી અને વાડજની અનેક હોસ્પીટલની મુલાકાત લિધી ત્યારે એક પણ હોસ્પીટલમાં ચાલતી મેડિકલ શોપમાં આ પ્રકારનુ બોર્ડ મારવામાં આવ્યુ ન હતુ જ્યારે અમુક હોસ્પીટલમાં વીટીવીએ જાણ કરી ત્યારે આ પ્રકારના બોર્ડ મારવાની તસ્દી લીધી હતી,
અમુક ફાર્માસિસ્ટ તો મેડિકલ શોપમાં આરામ કરતા હતા અને કહ્યુ કે હા અમને ખબર છે પરંતુ અત્યારે અમે લગાવ્યુ નથી. જ્યારે ચાંદખેડાના યુનિટી હોસ્પીટલના સ્ટાફે તો વિટીવીની સામે જ બોર્ડ લગાવ્યુ હતુ. જ્યારે ડો. નિતીન પ્રજાપતીએ સ્પષ્ટ કહ્યુ કે અમે સરકારના હુકમ પ્રમાણે બોર્ડ તો મારીશુ પણ એવુ બોર્ડ પણ નથી કે અહિયા થી ફરજીયાત દવા લેવી, દર્દી ગમે ત્યાંથી દવા લઇ સકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સુરતમાં 2.5 કરોડથી વધુની નકલી નોટ ઝડપાઈ, પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.