બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં 2.5 કરોડથી વધુની નકલી નોટ ઝડપાઈ, પોલીસે 3 આરોપીની કરી ધરપકડ
Last Updated: 01:36 PM, 15 December 2024
સુરતની સારોલી પોલીસે નકલી નોટ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓની પોલીસે પૂછપરછ કરતા અઢી કરોડથી વધુ રકમની બનાવટી નોટ મળી આવી હતી. ભારતીય ચલણની નોટ સાથે આરોપીઓ બનાવટી નોટ મુકી દેતા હતા. બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને વચ્ચે બનાવટી નોટ રાખતા હતા. મુંબઈથી સુરત ડિલીવરી માટે આવી રહ્યા હતા. તે દરમ્યાન નિયોલ ચેક પોસ્ટ પાસેથી પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી અઢી કરોડની રૂપિયા 500 અને 200 ની નોટ જપ્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT

સારોલી પોલીસને મળેલી બાતમીનાં આધારે દત્રાત્રેય શિવાજી રોકડે, ગુલશન અજીત ગુગલે તેમજ રાહુલ વિશ્વકર્મા નામનો શખ્શ જેઓ મહારાષ્ટ્રનાં અહેમદનગર ખાતેથી ભારતીય ચલણી નોટ જેમાં નકલી નોટ મુકી ભેગી કરીને સુરત તરફ ચાલતા આવી રહ્યા હતા. તે દરમ્યાન નિચોલ ચેક પોસ્ટ પાસે પોલીસને ત્રણેય શખ્શો પર શંકા જતા પોલીસ દ્વારા ત્રણેય શખ્સોની પૂછપરછ હાથ ધરી હતી.
ADVERTISEMENT
આરોપી દત્તાત્રેય શિવજીની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવતા તેણે કહેલ કે રાહુલ મહાદેવ કાલે રહે. અહેમદનગરવાળાનો આજથી અઠવાડિયા પહેલા અમારા સંપર્કમાં આવેલ હતો. અને રાહુલ કાલેએ જણાવેલ કે સુરત શહેર વિસ્તારમાં મોટું માર્કેટ આવેલ છે. રૂપિયા 200 અને 500 ના દરની અસલી અને કૂપનવાળી નોટોનાં બંડલ હું તમને બનાવીને મુંબઈ ખાતે આપશ. જે મને સુરત રેલ્વે સ્ટેશન પર આપજો. જે બાદ હું આ નોટોનાં બંડલો હું 100 અને 50 ના અસલ નોટોનાં બંડલો સાથે મેળવી આ 200 અને 500 ના દરનાં બંડલો આપી દઈશું. તેમજ જે નફો થાય તે સરખે ભાગે વહેંચી લઈશું.

ADVERTISEMENT
13 ડિસેમ્બરનાં રાત્રીનાં સુમારે રાહુલ મહાદેવ કાલે વિલેપાર્લે બસ સ્ટેશન મુંબઈથી નોટોનાં બંડલો ભરેલ થેલો આપી ગયો હતો જે બેગ લઈને રાહુલ મહાદેવ કાલે સુરત રેલવે સ્ટેશન આપવા આવતો હતો. ત્યારે હાલ તો સારોલી પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કર છે. તેમજ મહારાષ્ટ્રથી સુરતમાં બનાવટી નોટો આપનાર રાહુલ કાલેની પોલીસે હાલ તો વોન્ટેડ જાહેર કર્યો છે.
વધુ વાંચોઃ સુરતમાં નબીરાઓ બેફામ! કાર ચાલકે 4 મહિનાના બાળકને અડફેટે લેતા કરૂણ મોત
ADVERTISEMENT
પોલીસે આરોપીઓ પાસેથી ભારતીય ચલણની તેમજ ભારતીય બચ્ચો કા ખાતા લખેલ રૂપિયા 500 નાં દરની 1000 નોટો કુલ 43 બંડલમાંથી 43000 નોટો, રૂપિયા 500 નાં દરની સાચી નોટો કુલ 86 કિ.રૂ.43000 તેમજ 500 નાં દરની બચ્ચોકા ખાતા 42914 નોટો તેમજ ભારતીય ચલણની અને ભારતીય બચ્ચો કા ખાતા લખેલ રૂપિયા 200 નાં દરની 1000 નોટો કુલ 21 બંડલ મળી 21000 નોટો તેમજ 200 રૂપિયાનાં દરની સાચી નોટો કુલ 42 કિરૂ. 4800 અને બચ્ચોકા ખાતા લખેલી 20958 નોટો, ત્રણ મોબાઈલ ફોન મળી કુલ અઢી કરોડનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.