ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
પ્રાણીસંગ્રહાલયમાં એલવી મેન્ગના મોબાઈલથી ચીનની પ્રખ્યાત ઓનલાઈન શોપિંગ સાઈટ પરથી ઘણી વસ્તુઓ ઓર્ડર કરી, જોકે તેના વિશે તેને જાણકારી હતી જ નહીં. મળતી માહિતી પ્રમાણે પૂર્વ ચીનના જિંગસૂ પ્રાંતના યેનચેંગના એક પ્રાણીસંગ્રહાલયમાં zookeeper છે. તે અહીં આ વાંદરાની દેખરેખ રાખે છે. તેના જણાવ્યાં પ્રમાણે બુધવારે તેણે જોયું કે વાંદરો ખૂબ જ ભૂખ્યો હતો. આથી તે તેના માટે ખાવાનું લેવા જતી રહી. આ દરમિયાન તે પોતાનો ફોન તે વાંદરા પાસે ભૂલી ગઈ. ફોન હાથ લાગતાંની સાથે તે વાંદરાએ આ કારનામું કરી દીધું. મેન્ગ પાછી આવી તો તેણે જોયું કે તેના ફોનમાં ઘણાં બધાં નોટિફિકેશન આવેલાં હતાં. આ દરેક ઓનલાઈન શોપિંગ સાઈટ તરફથી આવેલાં હતાં, તેમાં દરેક ઓર્ડર પ્લેસ કરી દીધા હતા. તેણે વિચાર્યું કે કોઈએ તેની સાથે મજાક કરી છે. ત્યારબાદ તેણે સીસીટીવી ચેક કર્યા, જેમાં તેણે વાંદરાને ફોનનો ઉપયોગ કરતાં જોયો એટલું જ નહીં, તે વારે વારે સ્ક્રીનને ટચ કરી રહ્યો હતો. ત્યારબાદ તેને આખી ઘટના સમજાઈ ગઈ.
સંકળાયેલા મુદ્દાઓ