બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / ભારત / Mizoram's mandate today: Police strike key spot in Kheda syrup scandal, Team India wins trophy

2 મિનિટ 12 ખબર / આજે મિઝોરમનો જનાદેશ: ખેડા સિરપ કાંડમાં પોલીસ મુખ્ય જગ્યાએ ત્રાટકી, ટીમ ઈન્ડિયાએ ટ્રોફી જીતી

Vishal Khamar

Last Updated: 11:25 PM, 4 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે મિઝોરમની 40 બેઠકો પર મતગણતરી થશે.હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. તો રવિવારે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સીરીઝમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવીને 4-1 થી શ્રેણી પણ જીતી લીધી હતી.

રાજસ્થાનમાં ભાજપને 115 બેઠક મળી છે તેમજ કોંગ્રેસને 69 અને આઈ એન ડીને 8 તેમજ અન્યને 3 બેઠક મળી છે. તેલંગણામાં કોગ્રેસને 64 અને બી એચ આર એસને 39 તેમજ ભાજપને 8 જ્યારે એ આઈ એમ આઈ એમને 7 બેઠક મળી છે જ્યારે અન્યના ખાતામાં એક બેઠક ગઈ છે. 


છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મોટી જીત હાસંલ કરી છે. અહીં બીજેપીને 54 સીટો મળી છે જ્યારે કોંગ્રેસ માત્ર 35 સીટો પર આવી છે. રાજ્યમાં જ બહુમતનો આંકડો 46 છે. આ રીતે છત્તીસગઢમાં ભાજપે સરકાર બનાવી છે. રાજ્યની 90 વિધાનસભા બેઠકો માટે 7 અને 17 નવેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થયું હતું. માઓવાદી પ્રભાવિત રાજ્ય રાજકીય દૃષ્ટિકોણથી હંમેશા મહત્વનું રહ્યું છે. લોકસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા જ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. આવી સ્થિતિમાં આ પરિણામ લોકસભાની ચૂંટણી પહેલા જનતાનો મૂડ પણ જણાવશે. છેલ્લા 5 વર્ષથી અહીં કોંગ્રેસની સરકાર હતી, જેની મુખ્ય સ્પર્ધા ભાજપ સાથે હતી.

ઉત્તર તેલંગાણામાં કામરેડ્ડી સીટ માટે મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ અને પછી રેવંત રેડ્ડીના પ્રવેશને કારણે સમાચારમાં હતા. બે દિગ્ગજ નેતાઓ વચ્ચેની હરીફાઈમાં અહીંથી બીજેપી ઉમેદવાર કટિપલ્લી વેંકટ રમન રેડ્ડીની જીત થઈ છે. તેમણે વર્તમાન સીએમ કેસીઆરને ત્રણ હજારથી વધુ મતોથી હરાવ્યા છે, જ્યારે રેવન્ત રેડ્ડી આ બેઠક પર ત્રીજા સ્થાને રહ્યા છે. 2018ની ચૂંટણીમાં BRS ઉમેદવાર ગમ્પા ગોરવધને આ સીટ જીતી હતી. અગાઉ 2014ની ચૂંટણીમાં પણ અહીંથી કોંગ્રેસે જીત મેળવી હતી, પરંતુ 2023માં ભાજપે આ બેઠક પર કબજો કર્યો.


રવિવારે ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણી પરિણામ સામે આવી ગયા છે. જેમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ સરકાર બનાવી રહી છે.  મધ્ય પ્રદેશમાં ભાજપને 163 બેઠક મળી છે તેમજ કોંગ્રેસને 66 બેઠક મળી છે જ્યારે અન્યના ખાતામાં 1 બેઠક ગઈ છે. 

Distribution of sweets at Khanpur BJP office after victory in 3 states, Chief Minister Bhupendra Patel also joined the...

દેશના 3 રાજ્યોમાં ભાજપની જીતને લઈ દેશ ભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના ખાનપુર ખાતેના ભાજપ કાર્યાલય પર ભાજપે જીતની ઉજવણી કરી છે. જે ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા છે. કાર્યકરો દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું. ત્રણ રાજ્યમાં ભવ્ય જીત બાદ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. 

Former Gujarat Congress in-charge Raghu Sharma loses in Rajasthan, BJP candidate Shatrughan wins by 7542 votes

ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રભારી રઘુ શર્મા રાજસ્થાનમાં કેકરી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. આજે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનાં પરિણામ જાહેર થતા કેકરી બેઠક પરથી 7542 મતોથી રઘુ શર્માની હાર થઈ હતી. જ્યારે ભાજપનાં શત્રૂધ્ર ગૌતમની કેકરી બેઠક પરથી જીત મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારમાં ગયેલા કોગ્રેસનાં નેતાઓ જ રઘુ શર્માને હરાવવા માટે મેદાને પડ્યા હતા. 

Defeated due to Sanatan's opposition? The leader of the Congress party himself gave a big statement, giving two reasons for...


આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે બેફામપણે કહ્યું કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની હાર દર્શાવે છે કે આ દેશ સનાતનનો વિરોધ સહન નહીં કરે. વળી, જ્ઞાતિવાદની યુક્તિ હવે નહીં ચાલે. એ વાત તો નોંધનીય જ છે કે કોંગ્રેસે આ ચૂંટણીઓમાં જાતિવાદ પર મોટો દાવ રમ્યો હતો. સત્તામાં આવ્યા બાદ જાતિ ગણતરીનું વચન આપ્યું હતું. તે જ સમયે, અશોક ગેહલોતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રાજસ્થાનમાં ઘણી સાંપ્રદાયિક ઘટનાઓ બની હતી, જેના પરિણામો ચૂંટણીમાં જોવા મળ્યા હતા. 

assembly election result 2023 madhya pradesh rajasthan chhattisgarh bjp graph 2014 to 2023 ntc pryd

દેશના રાજકીય નકશા પર નજર કરીએ તો અત્યારે દેશના 58 ટકા વિસ્તાર અને 57 ટકા વસ્તી પર ભાજપનું શાસન છે. ડિસેમ્બર 2014 સુધી ભાજપે 53 ટકા વિસ્તાર અને 40 ટકા વસ્તી પર શાસન કર્યું હતું. ડિસેમ્બર 2017 સુધી ભાજપે 78 ટકા વિસ્તાર અને 69 ટકા વસ્તી પર શાસન કર્યું હતું. 2018થી ભાજપનો વિજય રથ અટકવા લાગ્યો હતો. તે વર્ષે ભાજપે કર્ણાટકમાં પ્રથમ વખત સત્તા ગુમાવી હતી. પછી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ પણમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો.

Honesty and transparency won, now my responsibility has increased: PM Modi after BJP's big victory

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંચ પર કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજનો વિજય અભૂત પૂર્વ છે. આજે સૌનો સાથ સૌનો વિકાસની ભાવના જીતી છે. આજે વિકસીત ભારતની જીત થઈ છે. આજે આત્મનિર્ભર ભારતનાં સંકલ્પની જીત થઈ છે. આજે ભારતનાં વિકાસ માટે, રાજ્યોનાં વિકાસનાં વિચારની જીત થઈ છે. આજે ઈમાનદારી, પારદર્શિતા, સુશાસનની જીત થઈ છે.  હું આ મંચથી તમામ મતદાતાઓનો આભાર માનું છું. રાજસ્થાન, છત્તીસગઢનાં લોકોએ ભાજપ પર વિશ્વાસ મુક્યો હતો. 


ખેડા SPએ જણાવ્યું કે, યોગી સિંધીની ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના લાયસન્સના આધારે તપાસ કરવામાં આવી છે. તપાસમાં અમુક લિક્વિડ મળ્યા તે એફ એસ એલમાં મોકલીશું. વધુમાં કહ્યું કે, તપાસમાં કેટલાક ડોક્યુમેન્ટસ પણ મળી આવ્યા છે. તપાસમાં મળેલ શંકાસ્પદ સામગ્રીઓ ગુનાના ઉપયોગમાં લેવા યોગ્ય છે કે કેમ તે એફએસએલ રિપોર્ટ બાદ ખબર પડશે. ફુડ એન્ડ ડ્રગ્સ તેમજ એફ એસ એલના તમામ અધિકારીઓની હાજરીમા સંયુક્ત રીતે તપાસ ઑપરેશન કર્યું છે. ફેક્ટરી માંથી મળી રહેલ તમામ સામગ્રી ફૂડ એન્ડ ડ્રગ્સ તેમજ એફ એસ એલના અધિકારીઓની હાજરીમાં કબજે લેવાઈ છે

Rain forecast for next three days in these districts of Gujarat

હવામાન વિભાગની આગાહી મુજબ આજે અરવલ્લી, અમદાવાદ, મહિસાગરમાં કમોસમી વરસાદ પડી શકે છે. આજે ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં વરસાદની આગાહી  છે. આ સાથે દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીરસોમનાથમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં આજે છૂટો છવાયો વરસાદ રહેવાની સંભાવના છે. 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમો ટી 20 નો જંગ આજે ખેલાયો હતો. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બને ટીમ વચ્ચે બળાબળના પરખા થયા હતા. જેમાં ટીમ ઇન્ડિયા ચડિયાતી સાબિત થઈ હતી. જેમાં વધુ એક વખત ભારતે જીતની બાજી મારી છે. ખરાખરીના આ જંગમાં ભારતે 8 વિકેટના નુકસાન પર 159 રન કરી ઓસ્ટ્રેલિયાને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બાદમાં ઓસ્ટ્રેલિયા લક્ષ્યથી દુર રહેતા ભારતે જીત પોતાને નામ કરી હતી. ભારતે 6 રનથી જીત હાંસલ કરી છે. સાથે જ ટીમ ઇન્ડિયાએ 4-1થી શ્રેણી પણ જીતી લીધી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ