ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Chaalo Share Karu / ખુલ્લી તલવાર સાથે અમરાઈવાડીમાં લુખ્ખા તત્વોએ મચાવ્યો આતંક, કેમેરામાં કેદ ખૌફનાક દ્રશ્યો, જુઓ Video

અમદાવાદ / ખુલ્લી તલવાર સાથે અમરાઈવાડીમાં લુખ્ખા તત્વોએ મચાવ્યો આતંક, કેમેરામાં કેદ ખૌફનાક દ્રશ્યો, જુઓ Video

Last Updated: 11:54 AM, 23 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ગાળાગાળી ન કરવાનું કહેવાની અદાવત રાખીને એક ટોળાએ અમરાઇવાડીમાં રહેલા વ્યક્તિના ઘર અને તેના વાહન પર તલવાર વડે હુમલો કર્યો હોવાની ઘટના ઘટી હતી. જે ઘટનાના તમામ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.

ADVERTISEMENT

અમદાવાદમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. જેને લઇ શહેરીજનોમાં ડરનો માહોલ ફેલાયો છે. ત્યારે ગતરાત્રિએ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. જેના તમામ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.

અમદાવાદ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં અસમાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. જેમાં શેઠની ચાલીમાં કેટલાક લુખ્ખા તત્વોએ તલવાર સાથે ત્રાસ ફેલાવ્યો હતો. ત્યારે તલવાર સાથે અરાજક્તા ફેલાવતા આરોપીઓના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. જેમાં નવલ રાજપૂત નામના વ્યક્તિએ ગાળાગાળી ન કરવાનું કહેતા લુખ્ખા તત્વો તલવાર સાથે આવીને નુકશાન પહોંચાડ્યું હતું.

વધુ વાંચો : સુરતથી ગોવા જતી ફ્લાઇટને ઉડાવાની ધમકી, એક સાથે 13 ફ્લાઈટમાં બોમ્બ મૂકવાનો મેસેજથી હડકંપ

ઘટનામાં આરોપીઓએ ફરિયાદીના ઘરમાં ઘૂસી તલવારથી ઘરવખરીને નુકશાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત લુખ્ખા તત્વોએ ફરિયાદીનું વાહન તોડીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેને લઇ ફરિયાદીએ પોલીસ સમક્ષ 6 શખ્સો સામે ગુનો નોંધાવ્યો હતો. ત્યારે સમગ્ર ઘટનાને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Anti-social elements created terror viral video Ahmedabad news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ