બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતથી ગોવા જતી ફ્લાઇટને ઉડાવાની ધમકી, એક સાથે 13 ફ્લાઈટમાં બોમ્બ મૂકવાનો મેસેજથી હડકંપ

વધુ એક ધમકી / સુરતથી ગોવા જતી ફ્લાઇટને ઉડાવાની ધમકી, એક સાથે 13 ફ્લાઈટમાં બોમ્બ મૂકવાનો મેસેજથી હડકંપ

Last Updated: 11:32 PM, 22 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્લાઈટ ટેકઓફ થયાના 20 મિનિટ બાદ આવી ધમકી મળી હતી. ગોવામાં પહોંચ્યા બાદ ફ્લાઈટમાં ચેકિંગ કરાતા કોઈ વાંધાજનક વસ્તું મળી આવી ન હતી.

સુરતથી ગોવા જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી હતી.. ફ્લાઈટ ટેકઓફ થયાના 20 મિનિટ બાદ આવી ધમકી મળી હતી.. જે બાદ તંત્ર દોડતું થયું હતું. ગોવામાં પહોંચ્યા બાદ ફ્લાઈટમાં ચેકિંગ કરાતા કોઈ વાંધાજનક વસ્તું મળી આવી ન હતી..

મહત્વનું છે કે આજે દેશની 20 ફ્લાઇટ્સને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી, જેમાં ઇન્ડિગો એરલાઇન્સની 10 અને વિસ્તારાની 10 ઉડાનો શામેલ હતી.. જેમાં વિમાનોમાં બોમ્બની ધમકી આપવામાં આવી હતી, તેમાં મોટાભાગની આંતરરાષ્ટ્રીય ઉડાનો હતી.

કયા-કયા વિમાનોને ધમકી મળી હતી ?

ઇન્ડિગોની 6E-63 દિલ્હી-જેદ્દા

ઇન્ડિગોની 6E-12 ઇસ્તાન્બુલ-દિલ્હી

ઇન્ડિગોની 6E-83 દિલ્હી-દમદમ

ઇન્ડિગોની 6E-65 કોઝિકોડ-જેદ્દા

ઇન્ડિગોની 6E-67 હૈદરાબાદ-જેદ્દા

ઇન્ડિગોની 6E-77 બેંગ્લોર-જેદ્દા

ઇન્ડિગોની 6E-18 ઇસ્તાન્બુલ-મુંબઈ

ઇન્ડિગોની 6E-164 મેંગ્લોર-મુંબઈ

ઇન્ડિગોની 6E-118 લખનૌ-પૂણે

ઇન્ડિગોની 6E-75 અમદાવાદ-જેદ્દા

અઠવાડિયાથી ચાલી રહેલો સિલસિલો ગત એક અઠવાડિયા દરમિયાન ભારતીય વિમાન કંપનીઓ દ્વારા સંચાલિત 100 થી વધુ ઉડાનોમાં બોમ્બ મૂકવામાં આવ્યા હોવાની ધમકીઓ મળી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડૂએ જણાવ્યું હતું કે બોમ્બની ધમકીઓ ભલે અફવા હોય, પરંતુ આવા મામલાઓને હળવાશથી લઈ શકાય તેમ નથી. આ દરમિયાન, સરકાર વિમાન કંપનીઓને મળતી બોમ્બની ધમકીઓને પહોંચી વળવા માટે કાયદાકીય કાર્યવાહી કરવાની યોજના બનાવી રહી છે, જેમાં આવી ધમકી આપનારા લોકોના નામ ફ્લાઇટ-પ્રતિબંધિત યાદીમાં મૂકવા સહિતના પગલાંનો સમાવેશ થાય છે.

સરકાર ઉડ્ડયન સુરક્ષા નિયમો અને નાગરિક ઉડ્ડયન સુરક્ષા વિરુદ્ધના ગેરકાયદેસર કૃત્યોનો દમન અધિનિયમ, 1982માં સુધારા કરવાની યોજના બનાવી રહી છે. આ હેઠળ વિમાન જમીન પર હોવાની પરિસ્થિતિમાં ગુનાઓના સંદર્ભમાં કોર્ટના આદેશ વિના તપાસ શરૂ કરી શકાય છે અને ગુનેગારોને ધરપકડ કરી શકાય છે.

PROMOTIONAL 13

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat-Goa Flight Threat Bomb
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ