બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / Microplastics found in the placentas of unborn babies for first time

OMG / વિશ્વમાં પહેલી વાર ગર્ભમાં રહેલા શિશુની નાળમાં પ્લાસ્ટિક પહોંચી ગયું; જાણો વિગતો

Published By: Shalin

Last Updated: 05:37 PM, 26 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયામાં પહેલી વાર ગર્ભસ્થ શિશુની પ્લેસેન્ટા (નાળ)માં માઈક્રોપ્લાસ્ટિક પહોંચવાનું સામે આવ્યું છે. આ એક મોટી ચિંતાનો વિષય છે.

પ્લેસેન્ટામાં હાજર માઈક્રોપ્લાસ્ટિક તેના આરોગ્યને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે તે સ્પષ્ટ નથી, પરંતુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે માઈક્રોપ્લાસ્ટિકના કણ ઝેરીલા પદાર્થના સંવાહકના રૂપમાં કાર્ય કરી શકે છે.

ભ્રૂણના વિકાસમાં પ્લેસેન્ટાની ભૂમિકા મહત્ત્વની

ઉલ્લેખનીય છે કે ભ્રૂણના વિકાસમાં પ્લેસેન્ટાની ભૂમિકા મહત્ત્વની હોય છે. તેના દ્વારા જ માનવ ભ્રૂણમાં ઓક્સિજન પહોંચે છે. માઈક્રોપ્લાસ્ટિકના કણમાં પેલેડિયમ, ક્રોમિયમ, કેડમિયમ જેવી ઝેરીલી ભારે ધાતુઓ સામેલ હોય છે. સંશોધકોએ સ્પષ્ટ કર્યું છે કે માઈક્રોપ્લાસ્ટિકના કણ ભ્રૂણના વિકાસને પ્રભાવિત કરી શકે છે. તે ભવિષ્યમાં બાળકની ઈમ્યુન સિસ્ટમ પર પણ અસર કરી શકે છે. 

નાળમાં મળેલ માઈક્રોપ્લાસ્ટિક સિન્થેટિક યોગિકોથી યુક્ત છે

આ મહિનાની શરૂઆતમાં એન્વાયરન્મેન્ટ ઈન્ટરનેશનલના રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. સંશોધકોના જણાવ્યા અનુસાર નાળમાં મળેલ માઈક્રોપ્લાસ્ટિક સિન્થેટિક યોગિકોથી યુક્ત છે. આમાં ૧૮થી ૪૦ વર્ષની છ સ્વસ્થ મહિલાના પ્લેસેન્ટાનું રિસર્ચ કરવામાં આવ્યું હતું, જે પૈકી ચારમાં માઈક્રોપ્લાસ્ટિકના કણ મળી આવ્યા છે, તેમાં કુલ મળી પાંચથી ૧૦ માઈક્રોન આકારના ૧૨ માઈક્રોપ્લાસ્ટિક (પીએમ)ના ટુકડા મળ્યા છે. 

કણ એટલા બારીક કે સરળતાથી લોહીના માધ્યમ દ્વારા શરીરમાં પહોંચી શકે છે

સંશોધકોના જણાવ્યા અનુસાર આ કણ એટલા બારીક છે કે તે સરળતાથી લોહીના માધ્યમ દ્વારા શરીરમાં પહોંચી શકે છે અને તેના પાંચ ટુકડા ભ્રૂણમાં હતા. ડોક્ટરોનું માનવું હતું કે આ કણ માતાના શ્વાસ અને મોઢાના માધ્યમથી ગર્ભસ્થ શિશુની નાળમાં પહોંચ્યા હશે.

૧૨ ટુકડામાંથી ત્રણ પ્લાસ્ટિકની ઓળખ બોટલમાં વપરાતા પ્લાસ્ટિક

આ ૧૨ ટુકડામાંથી ત્રણની ઓળખ પોલીપ્રોપોલીનના રૂપમાં કરવામાં આવી છે, જે પ્લાસ્ટિકની બોટલ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. આ ટે‌સ્ટિંગના નવ ટુકડામાં સિન્થેટિક પેઈન્ટની સામગ્રી હતી, જેનો ઉપયોગ ક્રીમ, મેકઅપ કે નેઇલ પોલિશ બનાવવામાં થાય છે. 

પ્લાસ્ટિકના મોટા ટુકડા તૂટીને નાના કણમાં બદલાઈ જાય તેને માઈક્રોપ્લાસ્ટિક કહેવાય

ઉલ્લેખનીય છે કે પ્લાસ્ટિકના મોટા ટુકડા તૂટીને નાના કણમાં બદલાઈ જાય છે તો તેને માઈક્રોપ્લાસ્ટિક કહેવાય છે. તેની સાથે જ કપડાં અને અન્ય વસ્તુઓના માઈક્રોફાઈબરના તૂટવા પર પણ માઈક્રોપ્લાસ્ટિક બને છે. ૧ માઈક્રોમીટરથી ૫ મિલીમીટરના ટુકડાને માઈક્રોપ્લાસ્ટિક કહેવામાં આવે છે, જેનો મતલબ એ છે કે તે એટલા નાના હોય છે કે તે સરળતાથી લોહીના માધ્યમ દ્વારા શરીરમાં પહોંચી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

plastic પ્લાસ્ટિક OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ