ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઉનાળામાં સર્જાશે ચોમાસા જેવો માહોલ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી

હવામાન અપડેટ / ઉનાળામાં સર્જાશે ચોમાસા જેવો માહોલ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી

Published By: Vishal Khamar

Last Updated: 12:59 PM, 6 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ઉનાળાની સીઝન શરૂ થઈ જવા પામી છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનમાં પલ્ટાની આગાહી કરી છે.

ADVERTISEMENT

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, માર્ચના બીજા પખવાડિયાથી ગુજરાતમાં હવામાનમાં પલ્ટો આવશે. 16 થી 20 માર્ચ અને 24 માર્ચથી એપ્રિલની શરૂઆતમાં રાજ્યના હવામાનમાં પલ્ટો આવી શકે છે. તેમજ પ્રિ-મોન્સુન એક્ટિવિટીના કારણે દેશના અનેક ભાગોમાં વરસાદની શક્યતાઓ છે.

કમોસમી વરસાદની આગાહીને લઈ અંબાલાલ પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી તેમજ વરસાદની શક્યતાઓ છે. ઉત્તર ભારતમાં દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં કરા પડવાની શક્યતાઓ છે.

ગુજરાતમાં ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, ગરમ ભેજવાળું વાતાવરણ હોવાથી સૌરાષ્ટ્ર, કચ્છમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના 12 જિલ્લાનું તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસમાં વાતાવરણમાં 3-5 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. તેમજ અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા નોંધવામાં આવેલ તાપમાનના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 37.7 ડિગ્રી, ડીસામાં 37.3 ડિગ્રી, વડોદરામાં 37.2 ડિગ્રી, કંડલામાં 37.6 ડિગ્રી, અમરેલીમાં 37.7 ડિગ્રી, રાજકોટમાં 37.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 37.5 ડિગ્રી, મહુવામાં 37.8 ડિગ્રી, કેશોદમાં 37.7 અને દીવમાં 37 ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું છે.

આ પણ વાંચોઃ અમરેલીમાં ઉડી પેટ્રોલ-ડીઝલ ખૂટવાની અફવા, હજારો લોકો પંપ પર દોડ્યાં, જાણો તંત્ર દ્વારા શું ખુલાસો અપાયો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ દરમ્યાન તાપમાનમાં 3-5 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. તેમજ અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે. માર્ચ મહિનાની શરૂઆતમાં અંગ દઝાડતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. જેમાં હાલ ભાવનગર સૌથી ગરમ શહેર બન્યું છે. રાજ્યમાં ભાવનગર શહેર 38 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ રહ્યું છે. તેમજ રાજકોટમાં 37.9 ડિગ્રી, અમદાવાદમાં 37.7 ડિગ્રી અને ગાંધીનગરમાં 37.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Meteorologist Ambalal Patel Gujarat Weather Update

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ