બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નવ જિલ્લામાં તોફાની પવન સાથે માવઠાની આગાહી, સાત દિવસ ખેડૂતો માટે 'ભારે'

આગાહી / નવ જિલ્લામાં તોફાની પવન સાથે માવઠાની આગાહી, સાત દિવસ ખેડૂતો માટે 'ભારે'

Published By: Vishal Khamar

Last Updated: 05:00 PM, 6 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત રોજ રાત્રીના સુમારે અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદી માહોલ છવાયો હતો. અમદાવાદના કેટલાય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.જેથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં મોટા પલટા જોવા મળી રહ્યા છે. ગઈ કાલે સાંજે કેટલાય વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડયો હતો. હવામાન વિભાગ દ્વારા આજે વહેલી સવારે આગામી સાત દિવસની નવી આગાહી જારી કરવામાં આવી છે, જેમાં રાજ્યના ખેડૂતો પર માવઠાનું સંકટ તોળાઈ રહ્યું હોવાની ચેતવણી પણ આપવામાં આવી છે. ગઈ કાલે અમદાવાદ ઉપરાંત કચ્છ, અમરેલી ગીર સોમનાથ, મહીસાગર, દાહોદ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. અમદાવાદની વાત કરીએ તો મોડી સાંજે તોફાની પવન અને આંધી સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. મિનીએ વાવાઝોડાના કારણે અનેક સ્થળોએ વૃક્ષો તૂટી પડ્યા હતા.

આજે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવના કારણે ઉત્તર ગુજરાતના પાંચ :અને સૌરાષ્ટ્રના ચાર સહિત કુલ નવ જિલ્લામાં તોફાની પવન સાથે માવઠું થવાની શક્યતા છે. આજે ગરમીની તીવ્રતામાં આંશિક ઘટાડો થશે, પરંતુ ઉકળાટનો અહેસાસ યથાવત્ રહેશે. આ સાથે જ પવનની ગતિ ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. તોફાની પવનના કારણે આજે પણ હવામાનમાં ઓચિંતો બદલાવ જોવા મળશે.

હવામાન વિભાગે જણાવ્યું , આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદની પ્રબળ શક્યતા છે. આ નવ જિલ્લા માટે હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના ડિરેક્ટર ડો. એ. કે. દાસે જણાવ્યું છે કે આજે રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આ દરમિયાન ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે.

અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાક તાપમાનનો મહત્તમ દરમિયાન પારો ગગડીને ૩૯ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો છે, જે સામાન્ય કરતાં ૨.૭ ડિગ્રી જેટલું ઓછું તાપમાન છે. આજે વહેલી સવારે શહેરનું લઘુતમ તાપમાન ૨૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં ૧.૩ ડિગ્રી જેટલું વધુ છે. આજે સવારે ૮.૩૦ કલાકે શહેરની હવામાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા જેટલું ઊંચું નોંધાયું છે, જે દર્શાવે છે કે અમદાવાદીઓએ આજે દિવસભર ભયાનક ઉકળાટનો સામનો કરવો પડશે.

ગઈ કાલે સાંજે કચ્છના ભૂજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો મોડસર, મોખાણામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. આ કારણે તલ, જુવાર, ઈસબગુલ, એરંડા, મગ અને બાજરી સહિતના પાકોને નુકસાન થશે.

આ પણ વાંચોઃ શહેરની સુરક્ષા હવે 'AI નજર' હેઠળ, AMTS બસો પર લાગશે સ્માર્ટ ડેશકેમ

સ્થાનિક હવામાન વિભાગની આગાહી જણાવે છે કે ગરમીના મામલે આજનો દિવસ ભલે રાહતભર્યો હોય, પરંતુ આવર્ત કાલથી ફરી એક વખત મહત્ત તાપમાનમાં વધારો થવા લાગતો ૯ મે, શનિવારથી શહેરનું મહત તાપમાન ૪૨ ડિગ્રી કે તેથી નોંધાય તેવી શક્યતા છે. દરમિયાન લઘુતમ તાપમાન ઊછળીને ૨૯-૩૦ ડિગ્રીની આ પહોંચશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Ahmedabad rain Ahmedabad news

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ