બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Meteorological Department has predicted dry weather in the state for the next 5 days

હવામાન વિભાગ અપડેટ / ગરમીમાં વધારો થશે કે ઘટાડો? જાણો રાજ્યમાં 5 દિવસ કેવું રહેશે વાતાવરણ

Vishal Khamar

Last Updated: 12:50 PM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ઉનાળાને લઈ હવામાન વિભાગનાં વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. તેમજ તાપમાનમાં નહિવત ફેરફારની શક્યતાઓ છે.

માર્ચ મહિનો શરુ થયો ત્યારથી જ રાજ્યમાં અંગ દઝાડતી ગરમીની શરુઆત થઈ જવા પામી હતી.  ગુજરાતનાં 9 શહેરોમાં શનિવારે 36 ડીગ્રીથી વધુ તાપમાન નોંધાવા પામ્યું હતું.  ગાંધીનગરમાં 40.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ગરમ રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં આંશિક તાપમાન થોડું ઓછું રહેવા પામ્યું હતું. જેથી શહેરીજનોએ થોડો હાશકારો અનુભવ્યો હતો. આગામ ચાર દિવસ ગુજરાતમાં તાપમાન સુકૂ રહેશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

આગામી સમયમાં અમદાવાદ તેમજ ગાંધીનગરનું તાપમાન 39 ડિગ્રી રહેવાની શક્યતા
હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી ચાર દિવસ હવામાન સૂકુ રહેશે. તેમજ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ નથી.  તેમજ 30 માર્ચથી 3 એપ્રિલ દરમ્યાન રાજ્યનાં અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. જેમાં આંશિક ઘટાડો થવાની સંભાવના છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોધાવા પામ્યું હતું. જ્યારે ગાંધીનગરનું તાપમાન 40.2 ડિગ્રી નોંધાવા પામ્યું હતું. ત્યારે આગામી સમયમાં અમદાવાદ તેમજ ગાંધીનગરનાં તાપમાનમાં 39 ડિગ્રી રહેવાની શક્યતા રહેલી છે. 

ગરમીનાં લીધે હીટ સ્ટ્રોકનાં લક્ષણો

  • ગરમીમાં અળાઈઓ થવી
  • ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી
  • માથાનો દુઃખાવો તેમજ ચક્કર આવવા
  • ચામડી લાલ થઈ જવી
  • સ્નાયુઓમાં દુઃખાવો
  • તેમજ ઉબકા અને ઉલટીઓ થવી

વધુ વાંચોઃ અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરત સુતરિયાનો પડકાર

હીટવેવમાં આટલી બાબતોનું રાખજો ધ્યાન

  • હીટવેવને લીધે લોકોને સાવચેત રહેવા અપીલ
  • બપોરના સમયે જરૂર વિના બહાર ન નિકળવા સુચન
  • પાણી, લીંબુ સરબતનું સેવન વધુ કરવા સુચન
  • તાપથી બચવા મોઢે રૂમાલ કે હેલમેટનો ઉપયોગ કરો

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ