બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / સ્પોર્ટસ / વિશ્વ / Messi gifts budweiser beer bottles to all goal keepers he has scored against
મેસી એક ક્લબ તરફથી સૌથી વધુ ૬૪૪ ગોલ કરનારો ખેલાડી બની ગયો છે. આ વર્લ્ડ રેકોર્ડનો બિયર કંપની બુડવીઝરે કંઈક અલગ અંદાજમાં જશ્ન મનાવ્યો છે. મેસીએ આ ૬૪૪ ગોલ અલગ અલગ ટીમના ૧૬૦ ગોલકીપર સામે કર્યા છે. બુડવીઝરે બધા ગોલકીપરને એક-એક બિયરની બોટલ મોકલી છે.
ADVERTISEMENT

એ બોટલ પર ગોલનો નંબર પણ લખવામાં આવ્યો છે. બુડવીઝરના સોશિયલ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું, ''આ રમતમાં કોઈ ગોલ આસાન નથી હોતા. અમે ૬૪૪ અલગ અલગ બોટલ તૈયાર કરી અને એ બધી બોટલ ૧૬૦ ગોલકીપરને મોકલી, જેની સામે મેસીએ ગોલ કર્યા છે.'' કંપનીએ બધી બોટલ પર મેસીની તસવીર અને ગોલ નંબર પણ લખ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઇટાલિયન ક્લબ યુવેન્ટ્સના ભૂતપૂર્વ ગોલકીપર ગૈનલૂગી બુફોનને પણ બોટલ મળી. એ બોટલ સાથેની તસવીર બુફોને સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ ઉપરાંત સ્પેનિશ ક્લબ એટલેટિકો મેડ્રિડના ગોલકીપર જન ઓબલાકે બોટલ સાથેની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી છે.
Parabéns, #Messi! 644 gols por um clube é mesmo um grande recorde! E com as minhas 21 garrafas, parece que eu também tenho o meu recorde! Fiquem ligados pq as 19h vou bater um papo com o pessoal da @budfootball! pic.twitter.com/8w9d2UkQbf
— Diego Alves (@diegoalvesgol) January 5, 2021
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.