બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / Meet influencer who became crorepati at 24 just through Instagram Reels, bought Akshay Kumar's home
ADVERTISEMENT
ઈન્સ્ટા રિલ્સ માટે ફોલોઅર વધારવાની ફેશન ચાલી રહી છે તે તો સમજ્યાં રિલ્સ માટે ઘણા હદ પણ પાર કરી નાખતાં હોય છે પરંતુ તે ક્યારેક કરોડપતિ પણ બનાવી શકે છે. કન્ટેન્ટ નિર્માતા અને સોશિયલ મીડિયા પ્રભાવક 24 વર્ષીય ચાંદની ભાભડા નામની છોકરી ઈન્સ્ટા રિલ્સ બનાવીને કરોડોની કમાણી કરી છે. ચાંદનીએ હવે મુંબઈના અંધેરી વિસ્તારમાં અક્ષય કુમારનું ઘર ખરીદ્યું છે અને આ ઘર ખરીદ્યાંની તસવીર તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.
Akshay Kumar’s Mumbai flat purchased by Chandni Bhabhda who went viral for mimicking Alia Bhatt, see pics https://t.co/V9zR5eHf3O pic.twitter.com/tJ5oHZ6SnU
— Meetesh Chalmela (@MChalmela) February 11, 2024
ADVERTISEMENT
કોણ છે ચાંદની ભાભડા?
ચાંદની મિમિક તરીકે વધુ જાણીતા ચાંદનીએ 2022માં આલિયા ભટ્ટની મિમિક્રીથી ખ્યાતિ મેળવી હતી. કોરોના કાળમાં પણ તે વીડિયો બનાવતી હતી. ચાંદનીએ આલિયા ભટ્ટ અને અન્ય ટોચની મહિલા કલાકારોની મિમિક્રી વિડિયો બનાવવાનું ચાલુ રાખ્યું છે. ફેબ્રુઆરી 2024 સુધીમાં, ચાંદની ઇન્સ્ટાગ્રામ પર 5.7 લાખ ફોલ્વર્સ ધરાવે છે, તેના ઘણા વિડિઓઝ નિયમિતપણે એક મિલિયનથી વધુ વ્યૂઝ મેળવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ચાંદની ભાભડાની નેટવર્થ અને નવું ઘર
સોમવારે ચાંદની ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે પોતાના નવા ઘરના ગૃહ પ્રવેશમાંથી પોતાની તસવીરો પોસ્ટ કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, "25 વર્ષથી ઓછી ઉંમરનું ઘર ખરીદવું, બીઆરબી ઇએમઆઈ ચૂકવે છે," તેણે તેના નવા ઘરે પૂજાની પોતાની તસવીરો સાથે લખ્યું હતું. તસવીરોમાં ચાંદનીએ ગુલાબી રંગની સાડી પહેરી હતી. તેણે ઈન્સ્ટા રિલ્સ
બનાવીને જ લાખોની કમાણી કરે છે. હાલમા તેની નેટવર્થ 1.5 કરોડ રૂપિયાથી વધુ છે.
ઈન્સ્ટા રિલ્સની પોઝિટીવ બાજુ
સામાન્ય રીતે ઈન્સ્ટા રિલ્સ માટે લોકો જાનનું જોખમ ખેડતા હોય છે અને ઘણા કિસ્સામાં હદ પાર પણ કરતાં હોય છે. પરંતુ જો કોઈ ધારે તો તે ઈન્સ્ટા રિલ્સને પણ કમાણીનું સાધન બનાવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.