બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / MD drugs peddler arrest crime branch Ahmedabad

ધરપકડ / અમદાવાદમાં કાફે અને ખાણીપીણી બજારમાં ડ્રગ્સ પેડલરો એક્ટિવ, ક્રાઇમ બ્રાન્ચે એક પેડલરને ડ્રગ્સ સાથે ઝડપ્યો

Hiren

Last Updated: 06:33 PM, 22 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમા ક્રાઈમ બ્રાન્ચે વધુ એક MD ડ્રગ્સના પેડલરની ધરપકડ કરી છે. આ પેડલર પાસેથી રૂ. 7 લાખથી વધુનુ ડ્રગ્સનો જથ્થો ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કર્યો છે.

  • અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ એક ડ્રગ પેડલરને ઝડપ્યો
  • યુવકને ડ્રગ્સની લત લાગી અને નશો કરવા ડ્રગ્સનો પેડલર બન્યો
  • મોબાઈલ પર કરતો હતો નશાનો વેપાર

ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલો આરોપી મોહમ્મદ સોહેલ મન્સૂરી MD ડ્ગ્સનો પેડલર વીથ સપ્લાયર છે. આરોપી અમદાવાદના ફતેવાડી વિસ્તારનો રહેવાસી છે. અમદાવાદમા ડ્રગ્સનુ નેટવર્ક વધતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારમા સર્ચ કરી રહ્યા હતા. ત્યારે મકરબામા ખાણીપીણીની લારીઓ નજીક મોહમદ સોહેલ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. ક્રાઈમ બ્રાચે તપાસ કરતા તેની પાસેથી 71.28 ગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવતા ક્રાઈમ બ્રાંચે આરોપીની ધરપકડ કરીને 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.

છેલ્લા 3 વર્ષથી સોહીલ મન્સૂરી પણ MD ડ્રગ્સનું સેવન કરતો હતો. છેલ્લા 6 માસથી એમડી ડ્રગ્સ ખરીદી લાવી નાની-નાની જીપર બેગ બનાવી છૂટક વેચતો હતો.

મહત્વનું છે કે પોલીસને સોહીલ પાસેથી મોટી 50 ગ્રામની જીપર પણ મળી આવી હતી. સોહીલ સાંજ થી મકરબા વિસ્તારમાં ખાણીપીણીની જગ્યા ઉપર મોડી રાત સુધી MD ડ્રગ્સની નાની નાની 1 ગ્રામની જીપર 2000થી 2500ના ભાવમાં વેચતો હતો. મોબાઈલ પર ગ્રાહકોનો સંપર્ક કરીને ડ્રગ્સનો વેપાર કરતો હતો.

ડ્રગ્સનુ નેટવર્ક યુવાપેઢીને બરબાદ કરી રહી છે. કાફે ડે હોય કે ખાણીપીણી બજાર હોય ત્યાં ડ્ગ્સ પેડલરોનુ નેટવર્ક સક્રીય થયુ છે. ત્યારે હવે ક્રાઈમ બ્રાંચે ડ્રગ્સ પેડલરો અને માફીયા વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી છે. અગાઉ પણ ક્રાઈમ બ્રાંચે સિંધુભવન રોડ ઉપરથી કેટલાક નાના ડ્રગ્સ પેડલરો અને ડ્રગ્સના બંધાણીઓની સર્ચ કરતા 13 જેટલા લોકોની અટકાયત કરી હતી. ત્યારે વધુ એક પેડલરને પકડવામા ક્રાઈમ બ્રાંચને સફળતા મળી. આ પેડલર ડ્રગ્સ કયાથી લાવતો હતો અને તેના નેટવર્કને લઈને ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Drugs ahmedabad અમદાવાદ ગુજરાત ડ્રગ્સ પોલીસ ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ