ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / દેવ દેવાળી પર ડાકોરમાં ભીડ અનિયંત્રિત થતાં મંદિરના કર્મચારીએ ઉગામી લાઠી, વીડિયો વાયરલ
Last Updated: 02:53 PM, 5 November 2025
ADVERTISEMENT
ડાકોરમાં દેવદિવાળી નિમિત્તે ભક્તિનો અદભૂત માહોલ જોવા મળ્યો. ઠાકોરજીના દર્શન માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સવારે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ શ્રદ્ધાળુઓએ દર્શન માટે દોટ મૂકી, અને પળોમાં જ મંદિર પરિસર ભક્તોથી ખચાખચ ભરાઈ ગયું.
ADVERTISEMENT
ભીડને નિયંત્રિત કરવા મંદિરના કર્મચારીઓએ પ્રયાસ કર્યા, પરંતુ ઉમટેલી ભક્તિભાવનાની વચ્ચે ભીડ કાબૂ બહાર થઈ ગઈ. એક કર્મચારીએ લાઠી ઉગામી ભીડને રોકવાનો પ્રયાસ કર્યો, છતાં ભક્તોએ ઠાકોરજીના દર્શન માટે દોડ ચાલુ રાખી.
દેવ દેવાળી પર ડાકોરના ઠાકોરના દર્શને ઉમટ્યા ભક્તો, શ્રદ્ધાળુએ દોટ મૂકતાં કર્મચારીએ કર્યો લાઠીચાર્જ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 5, 2025
((આજે દેવદિવાળીનો પવિત્ર તહેવાર છે..ત્યારે ડાકોરમાં ઠાકોરજીના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી હતી...મંદિરના દ્વાર પાસે જમા થયેલી ભીડે દ્વાર ખુલતાની સાથે અંદર દોટ મૂકી હતી..ભીડને… pic.twitter.com/nQUnCNBCiu
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આખરે ખેડૂતો માટે ખુશખબર! આ તારીખ પછી રાજ્યમાં વરસાદની સંભાવના નહીંવત, હવામાન વિભાગની આગાહી
આ સમગ્ર ઘટનાના દૃશ્યો મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે અને તેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો