બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / maruti suzuki mini suv s presso 10634 units sales in october fight kwid and tiago

ઓટો / મારુતિ સુઝુકીની S Pressoએ માર્કેટમાં જમાવી ધાક, Kwid અને Tiagoને છોડી પાછળ

Published By: Mehul

Last Updated: 07:57 PM, 6 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મારુતિ સુઝુકીની મિની SUV S Presso 30 સપ્ટેમ્બરે લોન્ચ થઇ હતી. ખાસ પ્લાન હેઠળ કંપનીએ આ કારને ફેસ્ટિવ સિઝન દરમિયાન બજારમાં ઉતારી અને કંપનીની રણનીતિ રંગ લાવી છે. ઓક્ટોબર મહીનાની અંદર આ કારે એન્ટ્રી કરવાની સાથે જ ભારતમાં 'મિની એસયૂવી' સેગમેન્ટે પોતાની ઓળખ બનાવી લીધી છે.

  • મારુતિ સુઝુકીની S Pressoએ એન્ટ્રી કરવાની સાથે જ ભારતમાં ઓળખ બનાવી 
  • મારુતિ સુઝુકી ઓક્ટોબરમાં 10,634 યુનિટ્સ વેચવામાં સફળ રહી
  • S Pressoએ કારે સેલ મામલામાં Renauld Kwid અને TATA Tiagoને પાછળ છોડી દીધી
     

મંદીના આ સમયમાં મારુતિ સુઝુકીને આ નાની અને સસ્તી SUVથી ઘણી આશાઓ છે. અને તે પૂર્ણ થઇ દેખાઇ રહી છે. કંપની પહેલા મહીના એટલે કે ઓક્ટોબરમાં 10,634 યુનિટ્સ વેચવામાં સફળ રહી. આ કારે સેલ મામલામાં Renauld Kwid અને TATA Tiagoને પાછળ છોડી દીધી છે. 

દિલ્હીમાં મારુતિ સુઝુકી S-Pressoની એક્સ-શોરૂમ કિંમત 3.69 લાખ રૂપિયા છે અને ટોપ વર્ઝનની કિંમત 4.91 લાખ રૂપિયા છે. આ તમામ કોમ્પેક્ટ SUV કાર 6 અલગ-અલગ ટ્રિમમાં ઉપલબ્ધ છે. 10થી પણ વધારે નવા સેફ્ટી ફીચર્સ વાળી S-Pressoની ઓછી કિંમતને કારણે એક ખાસ પ્રકારના વર્ગમાં તે લોકપ્રિય બની રહી છે. સાથે જ મારુતિ સુઝુકીનો વિશ્વાસ જોડાયેલો છે. 

S-Pressoનું કેબિન બ્લેક કલરમાં છે. મારુતિની આ નાની એસયૂવી 6 કલર્સમાં ઉપલબ્ધ છે. તેનું માત્ર પેટ્રોલ એન્જિન બજારમાં ઉતારવામાં આવ્યું છે. Maruti S-Presso 4 વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. જેમા Standardm, LXI, VXI and VXI+ સામેલ છે. 

મારુતિ S-Pressoમાં બીએસ-6 નોર્મ્સ વાળુ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 67 hpનો પાવર અને 90 Nm ટોર્ક જનરેટ કરે છે. આ નાની એસયૂવીમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સ્ટેનડર્ડ આપવામાં આવ્યો છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Auto News Business Update Maruti Suzuki S Presso Tiago ગુજરાતી ન્યૂઝ Auto

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ