બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ધર્મ / marriage Shubh Muhurats in 2019

શુભ વિવાહ / વિક્રમ સંવતના નવા વર્ષમાં લગ્નનાં મુહૂર્ત માત્ર 42 દિવસ

Gayatri

Last Updated: 05:40 PM, 31 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓક્ટોબરની 29 તારીખથી શરૂ થતી સંવંત 2076માં લગ્ન મુહૂર્ત આખા વર્ષમાં ફક્ત 42 દિવસ જ છે. જ્યારે ગત વર્ષે 61 જેટલા દિવસ લગ્નનાં મુહૂર્ત હતાં. જેની સામે ૨૫ ટકા દિવસ ઓછા છે. નવા વર્ષમાં લગ્નનું પ્રથમ મુહૂર્ત 20 નવેમ્બરે છે અને છેલ્લું મુહૂર્ત 30 જૂન 2020માં છે. જ્યારે અંગ્રેજી વર્ષ પ્રમાણે સન 2020માં તો ફક્ત 37 દિવસ જ લગ્નનાં મુહૂર્ત છે.

  • ગત વર્ષે 61 જેટલા દિવસ હતા 
  • નવા વર્ષમાં પ્રથમ લગ્નનું મુહૂર્ત 20 નવેમ્બરથી
  • 30 જૂને અષાઢ સુદ દશમના છેલ્લુ મુહૂર્ત 

વિક્રમ સંવત 2075નું સમાપન 28 ઓક્ટોબરે થઈ રહ્યું છે. તેની સાથે નવા વર્ષનો પ્રારંભ પડવો ક્ષય તિથિ હોવાથી બીજ સાથે થઈ રહ્યો છે. જેમાં વિક્રમ સંવત 2076ના વર્ષમાં લગ્નનાં મુહૂર્ત ફક્ત 42 દિવસ છે. ગત વર્ષે 61 જેટલા દિવસ લગ્નનાં મુહૂર્ત હતાં. જે કદાચ છેલ્લાં દસકામાં સૌથી વધારે હતાં.

સૌપ્રથમ લગ્નનું મુહૂર્ત 20 નવેમ્બર કારતક વદ આઠમના રોજ
ગયા વર્ષની સામે આ વર્ષે ફક્ત 42 દિવસ જ લગ્નનાં મુહૂર્ત છે. જેમાં દેવઊઠી એકાદશી સાત-આઠ નવેમ્બરે છે. સૂર્ય તુલા રાશિમાં નીચનો છે, જેના કારણે લગ્નનાં મુહૂર્ત નથી. ત્યારબાદ 16 નવેમ્બરે સૂર્યની વૃશ્ચિક સંક્રાંતિ બાદ સૌપ્રથમ લગ્નનું મુહૂર્ત 20 નવેમ્બર કારતક વદ આઠમના રોજથી શરૂ થશે.

15જાન્યુઆરીએ સવારથી સૂર્યના મકર રાશિમાં પ્રવેશ સાથે લગ્નનાં મુહૂર્તનો પ્રારંભ
નવેમ્બર મહિનામાં 28મી સુધીમાં ચાર દિવસ લગ્નનાં મુહૂર્ત છે. ત્યારબાદ 12 ડિસેમ્બર સુધીમાં સાત દિવસ લગ્નનાં મુહૂર્ત છે. 16 ડિસેમ્બરે સૂર્યના ધન રાશિમાં પ્રવેશ સાથે ધનારકના કારણે લગ્નનાં મુહૂર્ત નથી. 15 જાન્યુઆરીએ વહેલી સવારે સૂર્યના મકર રાશિમાં પ્રવેશ સાથે લગ્નનાં મુહૂર્તનો પ્રારંભ થયા બાદ 18 જાન્યુઆરીએ પ્રથમ મુહૂર્ત છે. 

30 જૂને અષાઢ સુદ દશમના છેલ્લુ મુહૂર્ત 
માર્ચ મહિના સુધીમાં 13 દિવસ લગ્નનાં મુહૂર્ત છે. ત્રીજી માર્ચે હોળાષ્ટકના પ્રારંભ સાથે આઠ માર્ચ સુધી અને 14 માર્ચે મીનારકનો પ્રારંભ થતાં લગ્નનાં મુહૂર્ત નથી. માર્ચ મહિનામાં ફક્ત બે દિવસ 11 અને 12 માર્ચે લગ્નનાં મુહૂર્ત છે. 13 એપ્રિલે મીનારકનું સમાપન થતાં લગ્નના મુહૂર્તનો પ્રારંભ થશે, 30 જૂને અષાઢ સુદ દશમના છેલ્લાં મુહૂર્ત સાથે સમાપન થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ