બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / મનુ ભાકરે કરી કમાલ, એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતને અપાવ્યું ગૌરવ

સ્પોર્ટ્સ / મનુ ભાકરે કરી કમાલ, એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતને અપાવ્યું ગૌરવ

Last Updated: 07:47 PM, 19 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરે કમાલ કરી દીધુ છે. તેને એશિયન શૂટિંગ ચેમ્પિયનમાં બ્રોન્ચ મેડલ ભારતને અપાવ્યો છે. તને મહિલાઓની ફાઈનલમાં 219.7 અંક મેળવીને ત્રીજુ સ્થાન હાંસલ કર્યું છે.

ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરે મંગળવારે એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપની મહિલા 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ભાકરે આઠ મહિલાઓની ફાઇનલમાં 219.7 પોઇન્ટ મેળવીને ત્રીજું સ્થાન મેળવ્યું. ચીનની કિઆનકે માએ 243.2 પોઇન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે કોરિયાની જિન યાંગે 241.6 પોઇન્ટ સાથે સિલ્વર મેડલ મેળવ્યો.

Parul University

ભાકરે ક્વોલિફિકેશનમાં 583 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. કોરિયાની યેજિન ઓહ 585 પોઇન્ટ સાથે ક્વોલિફિકેશનમાં ટોપ પર રહી હતી, પરંતુ તે ફક્ત રેન્કિંગ પોઇન્ટ માટે આ ગેમમાં ભાગ લઈ રહી હતી, જેના કારણે ચીનની કિઆનક્સુન યાઓ ટોચના ક્રમાંકિત શૂટર તરીકે ફાઇનલમાં પહોંચી હતી.

Vtv App Promotion

ભારતની અન્ય એક ખેલાડીમાં ઈશા સિંહ, જે ફક્ત રેન્કિંગ પોઈન્ટ માટે આ ગેમમાં ભાગ લઈ રહી હતી, તે 577 પોઈન્ટ સાથે નવમા ક્રમે, સુરુચી સિંહ 574 પોઈન્ટ સાથે 12મા, પલક 573 પોઈન્ટ સાથે 17મા અને સુરભિ રાવ 570 પોઈન્ટ સાથે 25મા ક્રમે રહી. ભાકર, સુરુચી સિંહ અને પલકની ત્રિપુટીએ કુલ 1730 ના સ્કોર સાથે ટીમ ઇવેન્ટમાં ત્રીજા ક્રમે રહી.

વધુ વાંચો: પ્રેસ કોન્ફરન્સમાં એવું શું બન્યું કે, BCCIએ અજિત અગરકરને જવાબ આપતા અટકાવ્યા

ઉલ્લેખનીય છે કે મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં કમાલ કરી હતી. તેને શૂટિંગમાં બે મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું હતું. તેને આ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હશે, પરંતુ તે જાણે છે કે તે આના કરતા ઘણી સારી શૂટર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

manu bhaker manu bhaker 10 meter air pistol asian shooting championship
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ