ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બિઝનેસમેન મનોજ મોરીને પોલીસે 7 કલાક બાદ મુક્ત કર્યા
Last Updated: 08:27 PM, 3 May 2026
ADVERTISEMENT
કોડીનાર અને ઓખા વિસ્તારમાં ફીશ વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ મનોજ મોરીની દ્વારકાની એક હોટેલમાંથી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા મામલો ગરમાયો છે. મનોજ મોરીની પત્ની દક્ષા મોરીએ આ કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
ADVERTISEMENT

મનોજ મોરીની પત્નિ દક્ષા મોરીએ આરોપ લગાવ્યો છે કે તેમના પતિની અટકાયત પાછળ પૂર્વ સાંસદ દીનુ સોલંકીનો હાથ છે. તેમના કહેવા મુજબ, દીનુ સોલંકીના ઈશારે મારા પતિને અટકાવવામાં આવ્યા છે. જો મારા પતિને કંઈ પણ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી પોલીસ અને દીનુ સોલંકીની રહેશે.
ADVERTISEMENT

મનોજ મોરી લાંબા સમયથી કોડીનાર અને ઓખા વિસ્તારમાં ફીશિંગ બિઝનેસ સાથે જોડાયેલા છે અને સ્થાનિક સ્તરે જાણીતા ઉદ્યોગપતિ ગણાય છે. તેમની અચાનક અટકાયતને લઈને તેમના પરિવારજનો અને સમર્થકોમાં ચિંતા ફેલાઈ છે.
ADVERTISEMENT
હાલ પોલીસે અટકાયતના કારણો અંગે સત્તાવાર નિવેદન આપ્યું નથી. જેના કારણે આ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. બીજી તરફ તેમના પત્નિ દક્ષા મોરીના આક્ષેપોને લઈને રાજકીય ગરમાવો પણ વધી શકે છે.
7 કલાક પૂછપરછ કરી મનોજભાઈને પોલીસે મુક્ત કર્યા
ADVERTISEMENT
બિઝનેસમેન મનોજ મોરીની કોડીનાર પોલીસે પૂછપરછ કરી હતી. 7 કલાક પૂછપરછ કરી મનોજભાઈને પોલીસે મુક્ત કર્યા છે. તાલુકા પંચાયત ભાજપ ઉમેદવારનું અપહરણની અરજી થઈ હતી. અરજી ના આધારે પોલીસે આજે મનોજભાઈ મોરીની પૂછપરછ કરી. મનોજ મોરીની દ્વારકાથી અટકાયત કરીને કોડીનાર લવાયા હતા.
આ પણ વાંચોઃ ઉમેરઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ, ઉમરેઠમાં નોંધાયું છે 59.4% મતદાન
ADVERTISEMENT
મનોજભાઈ મોરીએ જણાવ્યું હતું કે, હું ઉમેદવાર કે ફરિયાદીને ઓળખતો જ નથી. કોડીનાર તાલુક પંચાયતમાં 12 કોંગ્રેસ, 11 ભાજપ, 1 અપક્ષ ઉમેદવાર ચૂંટાયા હતા. મનોજ મોરીએ શેરડી પકવતા ખેડૂતોને મદદની જાહેરાત કરી હતી. ખેડૂતોને ખેતરમાં શેરડીનો પાક છે તેના પૈસા ચૂકવવા જાહેરાત કરી. કોડીનાર શુગર મિલએ સિઝન પૂર્ણ જાહેર કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ખેડૂતોના ખેતરમાં શેરડીનો ઊભો બગડી રહ્યો છે
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.