ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
આ વ્યક્તિ આફ્રિકન દેશ કોંગોનો રહેવાસી છે અને તેની ઓળખ લુવિઝો (Luwizo) તરીકે થઈ રહી છે. કથિત રીતે લુવિઝોને આ ત્રણેય ત્રિપુટીઓએ એકસાથે મળીને પ્રપોઝ કર્યું હતું.
એક સાથે ત્રણ લગ્ન કરનાર Luwizo ની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પોતાના ત્રણ લગ્નોને લઇને Luwizo એ Afrimax અંગ્રેજી યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે,- "એવું લાગે છે કે હું એક સપનું જોઈ રહ્યો છું." તેમની ત્રણેય પત્નીઓ પણ આ લગ્નથી ખૂબ જ ખુશ છે.
ADVERTISEMENT

ત્રિપુટી બહેનોએ લુવિઝોની સાથે લગ્ન માટે એકસાથે મૂક્યો હતો પ્રસ્તાવ
ADVERTISEMENT
nypost.com નાં અહેવાલ મુજબ, લુવિઝો પ્રથમ વખત નતાલીને મળ્યો હતો. નતાલીને બાદમાં તેને પોતાની બહેનો Nadege (નાદેગે) અને Natasha (નતાશા) સાથે પરિચય કરાવ્યો. આ મીટિંગ બાદ નતાલીની બહેનો પણ લુવિઝોના પ્રેમમાં પડી ગઈ. આમ, બાદમાં ત્રિપુટી બહેનોએ લુવિઝોની સાથે લગ્ન માટે એકસાથે પ્રસ્તાવ મૂક્યો હતો.
Afrimax English સાથે વાત કરતાં ત્રિપુટીએ કહ્યું - 'જ્યારે અમે લુવિઝોને કહ્યું કે, તેને અમારી ત્રણેય સાથે લગ્ન કરવાના છે ત્યારે તે ચોંકી ગયો. કારણ કે તે પહેલેથી જ અમારા બધાના પ્રેમમાં પડ્યો હતો. આથી તે પણ લગ્નની ના પાડી શક્યો નહીં. અમે ત્રણેય લુવિઝોને ચાહતા હતાં.'
ADVERTISEMENT

લોકો શું વિચારે તેનાથી મને ફર્ક નથી પડતો : લુવિઝો
ADVERTISEMENT
લુવિઝોએ કહ્યું કે, 'અમારા પરિવારના સભ્યો આ સંબંધથી નાખુશ હતા. લુવિઝોના કહેવા પ્રમાણે- 'મારા માતા-પિતા સમજી શકતા નથી કે હું શું કરી રહ્યો છું. તેમણે આ બહુપત્નીત્વ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. આથી તેઓ લગ્નમાં પણ ન હતા આવ્યાં.'
લુવિઝો કહે છે કે, 'હું ત્રણેય સાથે લગ્ન કરીને ખુશ છું, પછી ભલે અન્ય લોકો શું વિચારે તેનાથી મને ફર્ક નથી પડતો. હું એટલું જ કહી શકું છું કે પ્રેમને કોઈ સીમા નથી હોતી.' સોશિયલ મીડિયા પર લોકો આ વ્યક્તિના લગ્નને લઇને જાતજાતની કોમેન્ટ કરી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ