ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / અજબ ગજબ / man killed his wife in maharashtra

હે ભગવાન! / ઘસઘસાટ ઊંઘતી પત્નીને પુરપાટ ઝડપે આવતી ટ્રેન સામે માર્યો ધક્કો, નજીવી વાતમાં પતિએ આચરી ક્રૂરતા, ઘટનાસ્થળે જ મહિલાનું મોત

Published By: Jaydeep Shah

Last Updated: 03:11 PM, 23 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રનાં પાલઘરમાં એક પતિએ પત્નીને ટ્રેન આવતી હતી ત્યાં ધક્કો મારીને હત્યા કરી છે. જાણો વિગતવાર

ADVERTISEMENT

  • મહારાષ્ટ્રનાં પાલઘર જિલ્લામાં એક પતિએ કરી પત્નીની હત્યા 
  • ટ્રેન નીચે ધક્કો મારીને કરી હત્યા 
  • પોલીસ કરી રહી છે તપાસ 

મહારાષ્ટ્રનાં પાલઘર જિલ્લામાં એક પતિએ કરી પત્નીની હત્યા 

મહારાષ્ટ્રનાં પાલઘર જિલ્લામાં એક ચોંકાવનાર ઘટના જોવા મળી છે, જેમાં એક પતિની ક્રૂરતા જોવા મળે છે. પાલઘર જિલ્લાનાં વસઇ રોડ રેલવે સ્ટેશનની એક સીસીટીવી ફૂટેજ સામએ આવી છે, જેમાં એક પતિ પત્નીને ઝઘડો કર્યા બાદ મારી નાંખતો જોવા મળે છે. 

વસઇ રોડ રેલવે સ્ટેશનનાં સીસીટીવી ફૂટેજથી સ્પષ્ટ થાય છે કે એક વ્યક્તિ પોતાની સૂતેલી પત્નીને ઉઠાડયા બાદ તેને રેલવે પ્લેટફોર્મનાં કિનારા સુધી ઢસડી લાવે છે અને પછી તેની સામએ આવી રહેલી ટ્રેન સામએ પટરીઓ પર તેને ઢાંકેલી દે છે, જેથી મહિલાનું સ્થળ પર જ મૃત્યુ થાય છે. 

ઝઘડા બાદ પતિએ લીધો પત્નીનો જીવ 
રેલવેનાં સહાયક પોલીસ આયુક્ત ભજીરાવ મહાજને જાણકારી આપતા જણાવ્યું કે મહિલા પ્લેટફોર્મ નંબર 5 પર પોતાના બે બાળકો સાથે સૂતી હતી, ત્યારે તેના પતિએ તેને જગાડી અને અવધ એક્સપ્રેસ સામએ ધક્કો મારીને તેની હત્યા કરી. તેમણે જણાવ્યું કે સીસીટીવી ફૂટેજ જોયા બાદ સ્પષ્ટ જાણવા મળે છે કે આમ કર્યાઆ પહેલા પતિ - પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. 

ચાલતી ટ્રેન નીચે આવીને થયું મહિલાનું મૃત્યુ 
ભજીરાવ મહાજન જણાવે છે કે મહિલાનું ટ્રેન નીચે આવીને સ્થળ પર જ મૃત્યુ થયું હતું. સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ પોતાના બે બાળકો અને બેગ સાથે પ્લેટફોર્મથી ભાગતો જોવા મળે છે. તેમણે જણાવ્યું કે પછી તે વ્યક્તિને દાદર અને ત્યાંથી કલ્યાણ માટે એક ટ્રેનમાં ચઢતા જોવામાં આવ્યો હતો. 

પોલીસ અનુસાર, સીસીટીવી ફૂટેજનાં આધાર પર વ્યક્તિની તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે આરોપી પર આઇપીસી કલમ 302 હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Crime Gujarati News OMG NEWS ક્રાઇમ Crime

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ